તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 5 લાખ ઘરે મોકલાવી બેંકના મેનેજર ગુમ

5 લાખ ઘરે મોકલાવી બેંકના મેનેજર ગુમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિબી સ્ટાર રિપોર્ટર | વડોદરા

શહેરના માંડવી વિસ્તારની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની માંડવી બ્રાંચમાં સિનીયર મેનેજર તરીકેની ફરજ બજાવતા અબ્દુલ રઝાક ગાંધી ઉર્ફે બોની કપૂર વર્ષ 2016ની 12મી સપ્ટેમ્બરે પોતાના ઘરેથી કોઈ કામઅર્થે નીકળ્યા હતા. થોડા સમય બાદ જમનાબાઈ હોસ્પિટલની ગલીમાં ચાની લારી ચલાવતો શબ્બીરખાન તેમના ઘરે આવ્યો હતો અને અબ્દુલભાઈના પરિવારજનોને એક બેગ સોંપી હતી. ત્યારપછી જણાવ્યુ હતુ કે, બેગમાં પાંચ લાખ રૂપિયા, ટિફીન, મોબાઈલ ફોન, પર્સ અને ઘડિયાળ છે જે અબ્દુલભાઈ તેને સોંપીને અમદાવાદ ગયા છે. જોકે, દિવસ પછી અબ્દુલભાઈ ઘરે પરત ફર્યા નથી. ઉલ્લેખનીય છે કે, તેઓ એક ઉમદા ગાયક છે અને કાર્યક્રમો પણ આપે છે.

ચાવાળા પાસે રોકડ રકમ, મોબાઈલ, પર્સ છોડીને જતા રહ્યા

અન્ય સમાચારો પણ છે...