તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા | સમાસ્પોર્

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | ગુજરાતએસોસિએશન દ્વારા વલસાડ ખાતે યોજાયેલ ઓપન મેજર રેકિંગ ટૂર્નામેન્ટમાં ઉર્મી સ્કૂલની યુતી ગજ્જર અને શ્રુતી જોષીની જોડીએ અન્ડર-17 બેડમિન્ટન ડબલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. બોય્ઝમાં આનંદ મકવાણા અને ધ્રુવ રાવલની જોડી ડબલ્સમાં રનર અપ રહી હતી.


વડોદરા | સમાસ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે શુક્રવારે સવારે અન્ડર-19 બોય્ઝ અને ગર્લ્સ માટે સ્વિમીંગ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આ‌વ્યું છે. કોમ્પિટીશનનું આયોજન જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. સ્વિમીંગ કોમ્પિટીશન સાથે અન્ડર વોટર ડાઇવીંગ કોમ્પિટીશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરની વિવિધ સ્કૂલનાં સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરી શકશે.

DPS હરણી ખાતે ટેકવેન્ડો ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

વડોદરા|શનિવારે સવારે ડી.પી.એસ. હરણી ખાતે અન્ડર-19 બોય્ઝ અને ગર્લ્સ ટેકવેન્ડો ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરની વિવિધ સ્કૂલનાં સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરશે. ટેકવેન્ડો ટૂર્નામેન્ટનું આયોજન જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા શાળા રમતોત્સવ અંતર્ગત કરવામાં આ‌વ્યું છે. ટેકવેન્ડો ટૂર્નામેન્ટ સવારે 8થી 12 વાગ્યા સુધી યોજાશે.

News in Brief

અન્ય સમાચારો પણ છે...