તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કલા મહાકુંભની સ્પર્ધાઓની તારીખો સ્થળ જાહેર કરાયાં

કલા મહાકુંભની સ્પર્ધાઓની તારીખો-સ્થળ જાહેર કરાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓફીસરની કચેરી, નર્મદાભવનના ચોથા માળે જે પણ સ્પર્ધકોને કલા મહાકુંભમાં ભાગ લેવાની ઇચ્છા હોય તે પોતાના રજિસ્ટ્રેશન કરાવી શકશે. તમામ શાળાઓમાં કન્વિનર્સ નિમવામાં આવ્યા છે જે શા‌ળાના વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનની જવાબદારી નિભાવશે. જ્યારે ઓપન કેટેગરીના તમામ લોકોએ ડીએસઓની કચેરી ખાતે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કેયુરમહેરીયા, ડીએસઓ

તારીખ સ્પર્ધા સ્થળ

20જુલાઇ શાસ્ત્રીય કંઠ્ય સંગીત ઝેનિથ હાઇસ્કૂલ, પ્રતાપનગર

21 જુલાઇ સ્કૂલ બેન્ડ ઝેનિથ હાઇસ્કૂલ, પ્રતાપનગર

24 જુલાઇ પખાવજ, મૃદંગમ, તબલા ઝેનિથ હાઇસ્કૂલ, પ્રતાપનગર

25 જુલાઇ સિતાર, ગીટાર, વાયોલીન ઝેનિથ હાઇસ્કૂલ, પ્રતાપનગર

26 જુલાઇ ઓર્ગન, હાર્મોનિયમ, વાંસળી ઝેનિથ હાઇસ્કૂલ, પ્રતાપનગર

27 જુલાઇ કથક, ભરતનાટ્યમ્ ઉર્મી સ્કૂલ, સમા સાવલી રોડ

28 જુલાઇ ગરબા, રાસ, લોકનૃત્ય ઉર્મી સ્કૂલ, સમા સાવલી રોડ

29 જુલાઇ સુગમ સંગીત ઉર્મી સ્કૂલ, સમા સાવલી રોડ

31 જુલાઇ ગીત, સમૂહ ગીત ઉર્મી સ્કૂલ, સમા સાવલી રોડ

01 ઓગસ્ટ એકપાત્રી અભિનય ઉર્મી સ્કૂલ, સમા સાવલી રોડ

સિટી રિપોર્ટર | વડોદરા

રાજ્યસરકાર દ્વારા પ્રથમ વખત યોજાયેલ કલા મહાકુંભની સિટીમાં યોજાનારી તમામ સ્પર્ધાઓની તારીખો, સમય અને સ્થળની જાહેરાત કરી દેવામાં આવી છે. તા. 17 જુલાઇ સુધી કલા મહાકુંભમાં ભાગ લેતા તમામ સ્પર્ધકો ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટ્સ ઓફિસરની કચેરી ખાતે પોતાના ફોર્મ જમા કરાવી શકે છે. કલા મહાકુંભની સ્પર્ધાઓ તા 20 જુલાઇથી 1 ઓગસ્ટ દરમિયાન સિટીની ઝેનિથ તથા ઉર્મી સ્કૂલ ખાતે યોજવામાં આવશે.

Kala Mahakumbh

અન્ય સમાચારો પણ છે...