તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શહેરમાં હવે 67 મીટર ઊંચો તિરંગો લહેરાશે

શહેરમાં હવે 67 મીટર ઊંચો તિરંગો લહેરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાદ્વારા સમા તળાવ ખાતે બનાવનાર ફ્લેગ પાર્કમાંથી તા.15 ઓગસ્ટથી 61 મીટર ઉંચાઇમાં મીટરનો વધારો કરીને 67 મીટર ઊંચાઇથી રાજ્યનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ કાયમી ધોરણે ફરકાવવાનું આયોજન કર્યું છે.

સમા તળાવની બાજુમાં આવેલા પ્લોટમાં 61 મીટર ઉંચાઇનો ફલેગમાસ્ટ લગાડવા માટે એરપોર્ટ ઓથોરિટી પાસે એનઓસી માંગવામાં આવી છે પણ મુંબઇ કચેરી તરફથી 49.96 મીટરની પરવાનગી મળતાં તેનાથી વધુ ઉંચાઇના મામલે દિલ્હી સ્થિત વડી કચેરી પાસેથી પરવાનગી માંગવામાં આવી છે. સ્થાયી સમિતિની બેઠકમાં મૂળ 61 મીટરની દરખાસ્તની સાથે 67 મીટરની પૂરવણી દરખાસ્ત રજૂ કરાતા મંજૂર કરાઇ હતી.

રાજ્યનો સોૈથી ઊંચો રાષ્ટ્રધ્વજ

અન્ય સમાચારો પણ છે...