તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • GSTની સારી અસરો 3 માસ પછી જોવા મળશે : જાવડેકર

GSTની સારી અસરો 3 માસ પછી જોવા મળશે : જાવડેકર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એફજીઆઇ ખાતે જીએસટી પરના સેમિનારમાં વિવિધ વેપાર-ઉદ્યોગ એસો.ના પ્રમુખ તથા પ્રતિનિધિઓના પ્રશ્નોની રજૂઆત સાંભળવા માટે વિશેષ રીતે ઉપસ્થિત રહેલા કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલયના મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, જીએસટીને લાગુ કરાવીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક એકતા કાયમ કરી છે. દેશમાં 36 પાર્ટીઓ છે, બધાને એક મંચ પર લાવીને લાગુ કરવી તે સરળ બાબત નથી. 40 વર્ષથી જીએસટી અંગે ચાલતી ચર્ચાને છેલ્લાં બે વર્ષના અથાક પ્રયત્ન બાદ લાગુ કરાયું છે. આનાથી દેશના વિકાસને વેગ મળશે. જીએસટી લાગુ થવાથી 17 ટેક્સ અને 23 સેસમાંથી મુક્તિ મળશે. જીએસટીએ લોકોની જિંદગી આસાન કરી છે. જીએસટીની સાચી ઇફેક્ટ ત્રણ મહિના પછી જોવા મળશે. જીએસટીથી ભ્રષ્ટાચાર દૂર થશે એમ જણાવતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે વધુમાં જણાવ્યું હતું કે, સેનેટરી નેપ્કિન મોંઘા થશે અને રેસ્ટોરન્ટમાં ભોજન મોંઘું થશે તેવી ઘણી વાતો ચાલે છે, પરંતુ જીએસટી લાગુ થવાથી બંને બાબતોમાં કોઇ વધારાનો બોજો ગ્રાહકો પર પડવાનો નથી. ઊલટાનું ઓછું થશે.

એફજીઆઇના સેમિનારમાં માનવ સંસાધન મંત્રીનું સંબોધન

‘ઇન્સ્પેક્ટર કમ વિથ લેટર, ગોઝ વિથ કવર’ પ્રથા બંધ થશે

અન્ય સમાચારો પણ છે...