તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આખો દિવસ ભીના રાખી માત્ર એક ઇંચ વરસ્યો

આખો દિવસ ભીના રાખી માત્ર એક ઇંચ વરસ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં દિવસે 29 મિ.મી અને એરપોર્ટ વિસ્તારમાં માત્ર 9 મિ.મી વરસાદ નોંધાયો

શહેરમાં4 દિવસ સુધી ભારે વરસાદની કરેલી આગાહી વચ્ચે શુક્રવારે આખો દિવસ વરસાદનાં હળવાં ઝાપટાં વચ્ચે વરસાદી માહોલ રહ્યો હતો. હવામાન વિભાગે શનિવારે શહેરમાં ભારે વરસાદની આગાહી કરી છે.

શુક્રવારે સવારથી શહેર માથે કાળાંડિબાંગ વાદળો છવાયાં હતાં. ત્યારબાદ 11 વાગ્યાથી શહેરમાં વરસાદનાં હળવાં ઝાપટાં વરસવાં શરૂ થતાં વરસાદી માહોલનો અહેસાસ થયો હતો. પછી દિવસભર સમયાંતરે વરસાદનાં હળવાં ઝાપટાં તેમજ ઝરમર વરસાદ વરસતો રહેતાં શહેરીજનો ચોમાસાના ખુશનુમા માહોલથી ઝૂમી ઉઠ્યા હતા. દિવસભર વરસતા રહેલા વરસાદને કારણે પહેલા તબક્કામાં એટલે બપોર સુધી 12 મિ.મી. અને બપોરથી સાંજ સુધી 17 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે એરપોર્ટ વિસ્તારમાં માત્ર 9 મિ.મી વરસાદ વરસ્યો હોવાના આંકડા પ્રાપ્ત થયા છે. શુક્રવારે શહેરમાં ગરમીનો પારો ગગડીને 29 ડિગ્રી થયો હતો.

ડભોઇના ધારાસભ્ય મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સયાજી નગરગૃહ ખાતે આવ્યા ત્યારે વરસાદથી બચવા ટેકેદારે ફાઇલને માથા પર ધરી હતી

હવામાન િવભાગે શનિવારે શહેર િજલ્લામાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે.

4 ફૂટ

206.8 ફૂટ

વિશ્વાિમત્રી

અાજવા

319 િમ.મી.

અત્યાર સુધીનો વરસાદ

મોનસૂન મીટર

અાગામી 24 કલાકમાં

29 િમ.મી.

અાજનો વરસાદ

અન્ય સમાચારો પણ છે...