તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

આગામીઓગસ્ટ મહિનાના અંતમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ યોજાવાની છે તે પૂર્વે પ્રચારમાં લાગેલા વિદ્યાર્થીઓ પૈકી કોઇ આજે સાયન્સ ફેકલ્ટીમાં બે જૂથો વચ્ચે મારામારી થઇ છે તેવા સોશિયલ મીડિયા પર મેસેજ ફરતો કરતાં ભારે હોબાળો મચી ગયો હતો.

સાયન્સ ફેકલ્ટીનાં બે જૂથો વચ્ચે મારામારી થઇ છે અને મોટો હોબાળો થયો છે તેવો એક મેસેજ સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓના ગ્રૂપમાં વહેતો થયો હતો. મેસેજના પગલે યુનિ.ના શૈક્ષણિક જગતમાં ભારે હોબાળો મચી ગયો હતો. મારામારી થઇ હોવાની જાણ થતાં યુનિ.ના વિજિલન્સની ટીમ પણ ઘટનાની તપાસમાં દોડી ગઇ હતી. વિજિલન્સની ટીમે ઘટના સ્થળે જઇને તપાસ કરી તો માહોલ શાંત હતો અને તેમણે વિદ્યાર્થી સંગઠનોને પણ પૃચ્છા કરી તો કોઇપણ ગ્રૂપના નેતાની મારામારી થઇ નથી તેવી માહિતી બહાર આવી હતી.

અંગે િવજિલન્સ ઓફિસર ચંદન રાઠોડે જણાવ્યું હતું કે, સાયન્સ ફેકલ્ટીમાં બે જૂથો વચ્ચે મારામારીની ઘટના થઇ તેવી માહિતીનો મેસેજ ફરતો થયો હતો. મેસેજની ખરાઇ કરતાં કોઇ ઘટના સાયન્સ ફેકલ્ટીમાં બની નથી. કોઇએ જાણી જોઇને વાતાવરણને ડહોળવા માટે મેસેજ ફરતો કર્યો હોય તેવું લાગે છે.

સાયન્સ ફેકલ્ટીમાં બે જૂથોના ઘર્ષણની અફવાથી દોડધામ

વિજિલન્સની ટીમ દોડી ગઇ તો કશંુ મળ્યું

સોશિયલ મીડિયા પર મેસેજ ફરતો થયો

અન્ય સમાચારો પણ છે...