• Gujarati News
  • National
  • જૂની અદાવતે તલવાર વડે હિંસક હુમલો

જૂની અદાવતે તલવાર વડે હિંસક હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાનવાયાર્ડ વિસ્તારમાં સરદારનગરમાં સાંઇ બાબાના મંદિર પાસે 20થી 22 શખ્સોએ જુના ઝઘડાની અદાવતમાં તલવાર અને લાકડીઓ વડે હુમલો કરતાં 3ીને ઇજા પહોંચી હતી.

શહેરના છાણી રોડ પર રામેશ્વરની ચાલ ખાતે રહેતા કરણસિંહ ઉર્ફે ટીનો પરમારે દિલીપ કેરી, રાહુલ કેરી, રીતેશ કેરી, પ્રવિણ મનહર, ભીખો દલાલ, બ્રીજરાજ કાળીયો અને તેનો મિત્ર તથા અખિલેશ યાદવ, કિશોર કેરી, સંતોષ યાદવ અને સંદિપ ઉર્ફે સોનું અને યોગેશ યાદવ તથા 10થી 12 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. શુક્રવારે રાત્રે કરણસિંહ નવાયાર્ડના સાંઇબાબા મંદિર પાસે મિત્રો સાથે બેઠો હતો, ત્યારે રાત્રે શખ્સો ફોર વ્હીલ ગાડીમાં મારક હથિયારો સાથે ધસી આવ્યા હતા અને જુના ઝઘડાની અદાવત રાખી મારો કાપોની બુમો પાડી હુમલો કર્યો હતો. દિલીપ કેરી સહિતના ત્રણે કરણસિંહ પર તલવાર વડે હુમલો કર્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...