Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દૂધ મંડળીના પ્રમુખ પાસેથી ~1 લાખની ચીલઝડપ કરાઇ
ડભોઇનગરની શિનોર ચોકડી પરથી આજરોજ સવારનાં 10 થી 11 નાં સમયગાળામાં ~1,09,000 ની ચીલ ઝડપ થઇછે. ભોગ બનનાર શિનોર તાલુકાનાં દામનગર ગામની દુધ મંડળીનાં પ્રમુખ છે.
ડભોઇ નગરમાં આવેલી સેન્ટ્રલ કૉ,ઓ,બેન્કમાંથી શિનોર તાલુકાનાં દામનગર દુધમંડળીનાં પ્રમુખ મફતભાઇ નરસિંહભાઇ પટેલ અને મંત્રી મહેશભાઇ નરહરિભાઇ પટેલ બંન્ને પોતાની અલગ બાઇક લઇને બેન્કમાં રૂપિયા ઉપાડવા આવ્યા હતાં બેન્ક માથી રૂપિયા ઉપાડી ભુરા રંગની કાપડની થેલીમાં રૂપિયા તથા બેન્કની પાસબુક અને ચેકબુક મુક્યા હતાં.ત્યાંથી નિકળી તેઓ બાઇકો લઇને જે,જે,પેટ્રોલપંપ પાસે 10.30 થી 11 નાં સમયગાળામાં આવેલા ત્યાંથી મંત્રી ને અંગત કામે વડોદરા જવાનું હોય તે ત્યાંથી રવાનાં થઇ ગયાં અને પ્રમુખ મફતભાઇ ત્યાંથી નિકળી ટ્રેક્ટર માટે ડિઝલ અને બાઇકમાં પેટ્રોલ પુરાવી ઘરે જવા રવાનાં થયાં હતાં. પરંતું શિનોર ચોકડી વટાવતાં લગભગ 50 ફુટની દુર ચાની લારી નજીક કારબો વ્યવસ્થિત બાંધવા ઉભી રાખતા બાંધી રહ્યો હતો તે સમયે પૈસા ભરેલી થેલી બાઇકનાં પેટ્રોલનાં ઢાંકણાં પર લટકાવેલી હતી પરંતું કારબો બાંધીને જોતાં લટકાવેલી થેલી જણાઇ હતી.