Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
~21.99 લાખની લૂંટમાં ઠેરના ઠેર
રાયટરસેફગાર્ડના કલેક્શન બોયને આંતરી 21.99 લાખની લૂંટ ચલાવવાના બનાવમાં હજુ પણ પોલીસને નક્કર કડી મળી શકી નથી. પોલીસે મામલે ઊંડી તપાસ કરવા માટે પોતાના બાતમીદારોને સક્રિય કર્યા છે. જો કે વિવિધ દિશામાં શરૂ કરેલી તપાસમાં હરણી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમોની કોઇ કડી હાથ લાગી નથી.
ગત સોમવારે 21,99,300 નિઝામપુરાની બેંકમાં ભરવા જઇ રહેલા હરેન્દ્રસિંહ ઠાકોરને ન્યૂ વીઆઇપી રોડ કલ્પનાનગર પાસે 5 બુકાનીધારી બાઇક સવારોએ લૂંટી લીધો હતો.જો કે હજુ સુધી પોલીસને મામલે લૂંટારા વિશે કોઇ નક્કર કડી મળી નથી. આખરે પોલીસે હવે બાતમીદારોને સક્રિય કર્યા છે. બાતમીદારોના આધારે લૂંટારા વિશે ચોક્કસ માહિતી મળી શકે તેવી ધારણા પોલીસે વ્યકત કરી હતી. પોલીસે પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવતા શખ્સોની પણ તપાસ શરૂ કરી છે.ખુફિયા તંત્ર દ્વારા કોઇ માહિતી મળે તો જલ્દી કેસ ઉકેલાઇ જશે તેવી પોલીસે આશા વ્યકત કરી છે.