તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિચ્છુ ગેંગના 4 ગુંડાઓ જેલભેગા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
~5000આપનાર વિદ્યાર્થી પર બિચ્છુ ગેંગના 2 પન્ટરો સહિત ત્રિપુટીએ યાકુતપુરા ચોરા પાછળ છરીથી હુમલો કર્યો હતો. ઉપરાંત ગત નવેમ્બરમાં યુવકને રિવોલ્વર બતાવી ગેંગના 5 ટપોરીઓએ ધમકી આપી હતી. સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બંને ફરિયાદો પૈકી બિચ્છુ ગેંગના 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. જે પૈકી 2 ને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતાં કોર્ટે નામંજૂર કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

યાકુતપુરા ચાબુક સવાર મહોલ્લામાં રહેતા 21 વર્ષીય વિદ્યાર્થી સંજરી સાજીદભાઇ શેખ ગત ડિસેમ્બરમાં કવાલ્લીનો કાર્યક્રમ જોઇ ઘરે જતો હતો ત્યારે મોડી રાત્રે યાકુતપુરા ચોરા પાછળ બિચ્છુ ગેંગના ટપોરી શાહરૂખ પઠાણ, અતિક મલેક અને ચાની લારીવાળા સરફરાજ ઇકબાલ મલેકે તેને અટકાવી ~5,000ની માગણી કરી હતી. વિદ્યાર્થીએ રૂપિયા આપવાનો ઇનકાર કરતાં સરફરાજે તેને પકડી રાખતા શાહરૂખ અને અતિકે તેના હાથ અને પગ પર છરીના ઘા માર્યા હતા. હુમલાના બનાવમાં એસઓજીની ટીમે યાકુતપુરાના શાહરૂખ અબ્દુલહબીબખાન પઠાણ તેમજ અતિક શફદરહુસેન મલેકની અટકાયત કરી સિટી પોલીસને હવાલે કર્યા હતા.

બિચ્છુ ગેંગના આતંકના અન્ય એક બનાવમાં યાકુતપુરા અજબડી મિલ પાસે રહેતો 22 વર્ષીય જાવેદ રહેમાન શેખ ગત 11 નવેમ્બર 2015ના રોજ મોડી રાત્રે મકાનના પહેલા માળે સૂતો હતો જ્યારે તેનાં માસી અફરોજબાનુ અરબ નીચેેના ભાગે સૂઇ ગયાં હતાં. રાત્રે 1:15 વાગ્યાના સુમારે બિચ્છુ ગેંગના ટપોરી અસ્પાક ઉર્ફે બાબા , મોઇન ઉર્ફે બકરી, ઇરશાદ અલી ઉર્ફે ખલી, ઇર્શાદ ઉર્ફે હીરો અને તન્નુ ઇકો કાર લઇને તેના ઘરે જઇ અન્નુ ક્યાં છે, તેને મારી નાખવો છે તેમ કહ્યું હતું. અસ્પાક અને તન્નુના હાથમાં રિવોલ્વર હતી જ્યારે ખલી પાસે તલવાર, ઇર્શાદના હાથમાં ચપ્પુ હતું. ટોળકી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ હતી. ફરિયાદ નોંધાતાં પોલીસે યાકુતપુરાના અસ્પાક ઉર્ફે બાબા શેખ અને ઇર્શાદ ઉર્ફે હીરો શેખની ધરપકડ કરી હતી. બંનેના 3 દિ’ના રિમાન્ડ માગતાં કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી જ્યુ.કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

શહેરના સીટી પોલીસ સ્ટેશને ઝડપાયેલા બિચ્છુ ગેંગના સાગરીતો.

~5,000 આપનાર વિદ્યાર્થી પર હુમલો કરવાના કેસમાં પોલીસે ધરપકડ કરી

ટોળકી પૈકી તનવીર ઉર્ફે તન્નુ હજુ પણ વોન્ટેડ

જાવેદ શેખને રિવોલ્વરથી ધમકી આપનાર 5 શખ્સો પૈકી યાકુતપુરા તાજ સોડા ફેક્ટરીની બાજુમાં રહેતો ઇરશાદઅલી ઉર્ફે ખલી ઇમ્તીયાઝ અલી સૈયદ અને ચૂડીવાલાની ગલીમાં રહેતો મોઇન ઉર્ફે બકરી ઉર્ફે બાપુ સિરાજમિયા સૈયદની અગાઉ ધરપકડ થઇ હતી જ્યાારે મીનારા મસ્જિદ પાસે રહેતો અસ્પાક ઉર્ફે બાબા ઇકબાલ શેખ અને કેસરબાવાની દરગાહ પાસે રહેતો ઇરશાદ ઉર્ફે હીરો વારીસઅલી શેખને પોલીસે પકડી પાડ્યા છે. જોકે, અશરફશાના ડેલામાં રહેતો તન્નુ ઉર્ફે તનવીર શબ્બીરહુસેન શેખ હજુ પણ ફરાર છે. પકડાયેલા બંને આરોપીઓએ રિવોલ્વર જમા કરાવી નથી, અગાઉ રાયોટિંગના ગુના પણ નોંધાયેલા છે. તેમજ બિચ્છુ ગેંગના નામે હથિયાર બતાવી લોકોને પજવણી પણ કરતા હોવાની પણ પોલીસ દ્વારા રિમાન્ડ અરજીમાં દલીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...