તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વેપારીઓને કોઇ મુશ્કેલી હોય તો GST જનસેવા કેન્દ્રનો સંપર્ક કરે

વેપારીઓને કોઇ મુશ્કેલી હોય તો GST જનસેવા કેન્દ્રનો સંપર્ક કરે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. જીએસટીનાનિયમોને લઇને અમારા અધિકારીઓની પણ ભૂલ થઇ શકે છે. જીએસટીના અધિકારીઓ એકદમ જ્ઞાની નથી કે તેમને તમામ નિયમો મોઢે હોય અને યાદ હોય. વેપારીઓને કોઇપણ તકલીફ હોય તો તેઓ સીધા જીએસટીના જનસેવા કેન્દ્રમાં જઇને પોતાની સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે. જો જનસેવા કેન્દ્રમાં અધિકારીઓ નહીં હોય તો તેવી વ્યવસ્થા દૂર કરવા માટે હું ચીફ કમિશનરને આદેશ આપું છું તેમ કેન્દ્રીય માનવ સંશાધન મંત્રાલયના મંત્રી પ્રકાશ જાવડેકરે વેપાર-ઉદ્યોગ એસોસિયેશનના પ્રમુખ-સભ્યોને સંબોધતાં જણાવ્યું હતું.

વિવિધ વેપાર-ઉદ્યોગના એસોસિયેશન જેવાં કે ફાર્મા, ઇલેક્ટ્રિકલ, ક્રેડાઇ, છૂટક વેપાર કરતાં વેપારીઓ, મીઠાઇ-ફરસાણના વેપારી તથા એક્સપોર્ટનો ધંધો કરતાં વેપારીઓએ પણ જીએસટીની પ્રક્રિયા, રજિસ્ટ્રેશન તથા રેટને લઇને માનવ સંસાધન મંત્રાલયના મંત્રી પ્રકાશ જાવડેકરને આવેદનપત્ર સોંપ્યાં હતાં.

ઓડિટોરિયમની છત પરથી પાણી ટપકયું

ધોધમાર વરસાદના પગલે એફજીઆઇના ઓડિટોરિયમની છતમાંથી પાણી ટપકતાં કાર્યક્રમમાં ભારે અફરાતફરી થઇ ગઇ હતી. એમાંય મંચ પર બેઠેલા એચઆરડી મિનિસ્ટર પ્રકાશ જાવડેકર અને એફજીઆઇ પ્રમુખ નીતીન માંકડની ખુરશી વચ્ચે ને પાછળ વરસાદી પાણી ટપકતાં આયોજકોની દોડધામ વધી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...