તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દર્દીને લઇ જતી કાર પોલીસ જીપ સાથે ભટકાઇ

દર્દીને લઇ જતી કાર પોલીસ જીપ સાથે ભટકાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સયાજીગંજપીઆઇ હરેશ વોરાની જીપમાં શુક્રવારે મોડી રાત્રે પોલીસ કર્મચારીઓ રાત્રિ પેટ્રોલિંગ કરી રહ્યા હતાં. જીપ સરકીટ હાઉસ પાસેના કટ ડીવાઇડર પરથી પસાર થઇ રહી હતી.ત્યારે અલ્ટો કારના ચાલકે પોલીસ મોબાઇલમાં અથાડી હતી. કાર ચાલકની પૂછતાછ કરતાં તેમના સ્વજનને છાતીમાં દુ:ખાવો થતાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેની હોસ્પિટલમાં લઇ જવાતા હતાં. જેના કારણે કાર ઝડપભેર લઇ જતા અકસ્માત સર્જાયો હોવાનું કહ્યું હતું. કારમાં દર્દીને લઇ જવાતા હોવાની જાણ થવા છતાં પોલીસે માનવતા નેવુ મૂકીને કાર ચાલક સાથે ગુનો નોંધવા મુદે રકઝક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...