તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાતો કરતા વિદ્યાર્થીઓને માથું નીચું રાખવાની સજા કરી હતી : પીઠ પર સોળ ઉપસી આવ્યા : પ્રિન્સિપાલને ફ

વાતો કરતા વિદ્યાર્થીઓને માથું નીચું રાખવાની સજા કરી હતી : પીઠ પર સોળ ઉપસી આવ્યા : પ્રિન્સિપાલને ફરિયાદ કરતાં શિક્ષકનો ઉધડો લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માથું ઝુકાવી રાખવાની સૂચનાનું પાલન કરનાર વિદ્યાર્થીઓ પર વિફરેલા ટેમ્પરરી પીટી ટીચરે સોટીઓ વરસાવી

શિક્ષકને છૂટો કરી દીધો છે

શિક્ષક સામે કડક પગલાં લો

બ્રાઇટ સ્કૂલના શિક્ષકે ધો.4ના 10 વિદ્યાર્થીને સોટીથી ફટકાર્યા

શહેરનાવાસણા રોડ પર આવેલા બ્રાઇટ અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ધો.4ના વિદ્યાર્થીઓને માથું ઝુકાવી રાખવાની સૂચના આપ્યા બાદ વિદ્યાર્થીઓએ તેનું પાલન નહીં કરતાં ગુસ્સે ભરાયેલા પીટી વિષયના ટેમ્પરરી શિક્ષકે સોટી વડે 10 થી વધુ વિદ્યાર્થીઓને પીઠમાં ફટકારતાં વિદ્યાર્થીઓની પીઠ પર સોળ ને લાલ ચકામાં પડતાં ભારે હોબાળો મચી ગયો હતો. તો બીજી બાજુ સ્કૂલ છૂટ્યા બાદ પીટી શિક્ષકના મારનો ભોગ બનેલા 12 જેટલા વિદ્યાર્થીઓએ સ્કૂલના પ્રિન્સિપાલ સમક્ષ પીટી શિક્ષકની ફરિયાદ કરતાં પ્રિન્સિપાલે શિક્ષકને બોલાવીને ખખડાવી નાંખ્યો હતો અને ટ્રસ્ટી જોડે વાત કરીને નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય લઇ લીધો હતો.

વાસણા-ભાયલી રોડ પરની બ્રાઇટ સ્કૂલમાં ધો.4-એમાં આજે પીટી વિષયનો પિરિયડ હતો. જેમાં પીટી વિષયના ટેમ્પરરી શિક્ષક ધૈર્ય મંયકભાઇ દલાલે વર્ગખંડમાં વાતો કરતાં વિદ્યાર્થીઓને માથું ઝુકાવી રાખવાની સજા ફટકારી હતી. સજા બાદ પણ વિદ્યાર્થીઓનો ગણગણાટ ચાલુ રહેતાં ગુસ્સે ભરાયેલા ટેમ્પરરી પીટી-કરાટે શિક્ષક ધૈર્ય દલાલે 10 થી વધુ વિદ્યાર્થીઓને બેન્ચ પાસે ઊંંધા ઉભા રાખીને સોટી વડે ફટકારતાં અન્ય વિદ્યાર્થીઓ વર્ગખંડમાં ગભરાઇ ગયા હતા. ગુસ્સાથી ફટકારેલી સોટીના સોળ બેથી ચાર વિદ્યાર્થીઓની પીઠ પર સોળ ઉપસી આવતાં તેમજ લાલ ચકામાં થતાં વિદ્યાર્થીઓ સમસમી ઉઠ્યા હતા. વિદ્યાર્થીઓએ સામાન્ય વાતમાં સોટી મારનાર ટેમ્પરરી શિક્ષક ધૈર્ય દલાલ વિરુદ્વ સ્કૂલ છૂટ્યા બાદ પ્રિન્સિપાલ વિજયા ગાંધીને રૂબરૂ મળીને ફરિયાદ કરીને પગલાં ભરવાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓની ફરિયાદ સાંભળ્યા બાદ પ્રિન્સિપાલ વિજયા ગાંધીએ શિક્ષકને ખખડાવ્યો હતો. પ્રિન્સિપાલે તરત સ્કૂલના ટ્રસ્ટી જયેન્દ્રભાઇ શાહ સાથે વાત કરીને સમગ્ર ઘટનાથી વાકેફ કરતાં ટ્રસ્ટીએ ટેમ્પરરી ટીચરને તાત્કાલિક અસરથી છૂટો કરવાનો આદેશ આપી દીધો હતો. જોકે સ્કૂલ છૂટી ગઇ હોવાથી સ્કૂલના પ્રિન્સિપાલ 15મીએ સત્તાવાર રીતે ટેમ્પરરી ટીચર ધૈર્ય દલાલને છૂટો કરશે.

^ વિદ્યાર્થીને મારી શકાય નહીં તેવો સ્પષ્ટ નિયમ હોવા છતાં પણ ટેમ્પરરી ટીચર ધૈર્ય દલાલે વિદ્યાર્થીઓને સજા રૂપે ફટકારવાનો ગુનો કર્યો છે. જે માફીલાયક નથી, અમે ટેમ્પરરી ટીચર ધૈર્ય દલાલે તાત્કાલિક અસરથી છૂટા કરીએ છીએ. > જયેન્દ્રશાહ, ટ્રસ્ટી,બ્રાઇટ સ્કૂલ.

^ ધૈર્ય દલાલે નાની અમથી વાતમાં 18 થી 20 વિદ્યાર્થીઓને ફટકાર્યા છે. ટેમ્પરરી ટીચર તરીકે તેમને શા માટે રાખવામાં આવ્યો વિદ્યાર્થીઓને મારવાની સત્તા તેમને કોણે આપી શાળાના સંચાલકોએે તો આવા શિક્ષકની સામે કડકમાં કડક પગલાં લેવાં જોઇએ. > દિલીપભાઇ (નામ બદલ્યું છે), વાલી

અન્ય સમાચારો પણ છે...