તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઇમોશન્સ વ્યક્તિના જીવનમાં અને કારકિર્દીમાં ઉપયોગી બને છે

ઇમોશન્સ વ્યક્તિના જીવનમાં અને કારકિર્દીમાં ઉપયોગી બને છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
}શહેરના બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ટૉક શૉ યોજાયો હતો.

દરેક વ્યક્તિ કહે છે કે, ગુસ્સો ખરાબ નિશાની છે. પરંતુ ગુસ્સો કાયમ ખરાબ નથી હોતો. અમુક સમયે ગુસ્સાથી ઓફિસમાં તેમજ ઘણી જગ્યાએ કામ ઝડપથી થતા હોય છે. તેથી આપણી લાગણીને જાણવી જરૂરી છે. તેથી તેના પર કાબૂ રાખવો અતિઆવશ્યક છે.

શ્લોકનો અર્થ છે કે, પૃથ્વી પરના દરેક જીવને સુખી જીવન મળે અને તેમનો નિરામય ઉદ્દેશ્ય હોવો જોઈએ. એટલે કે લાગણી હૃદયમાંથી ઉદ્ભવે છે અને હૃદયનો ઈશ્વર સાથે સંબંધ હોય છે. તેથી લાગણી સ્વાર્થ માટે નહિ પણ ઈશ્વરને સમર્પિત હોવી જોઈએ.

સવારે10થી બપોરે 1 સુધી ફોર પોઇન્ટ્સ હોટલ, ફતેહગંજમાં ટેક ટાઇમ ટુ બી સેફ વિષય પર સેમિનાર યોજાશે. જેમાં ચીફ ગેસ્ટ તરીકે સુપ્રીમ કોર્ટના સિનિ. એડવોકેટ પદ્મશ્રી ઇન્દિરા જયસિંગ, એન.જી.નંદી હાજર રહશે. સ્પીકર તરીકે સોશિયલ આંત્રપ્રોન્યોર રૂઝાન ખંભાટા, રેડ બ્રિગેડના ફાઉન્ડર ઉષા વિશ્વકર્મા જેન્ડર ઇસ્યુ, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ લૉ પર ચર્ચા કરશે.

આપણે વેસ્ટર્ન કલ્ચરની વાત કરીએ તો લાગણીને ઇમોશનલ ઇન્ટેલિજન્સ તરીકે દર્શાવી છે. ત્યાંની વ્યક્તિઓ બિઝનેસમાં નફો વધારવા તેમજ સંબંધમાં આગળ વધવા માટે ઇમોશનનો ઉપયોગ કરે છે. આવી રીતે લાગણી કારકિર્દી અને જીવનમાં દરેક જગ્યાએ ઉપયોગી બની રહે છે. તેથી લાગણીને જાણવી અને તેના પર કાબૂ મેળવવો મહત્વનું છે.

સિટી રિપોર્ટર @cbvadodaraલાગણીએક એવું હથિયાર છે, જો તમે તેનો સારી રીતે ઉપયોગ કરો તો તમે તરી જાઓ. પરંતુ જો લાગણી પર કાબૂ ના મેળવીએ તો તમને બાળી નાખે છે. તેથી હંમેશાં ઇમોશનનું જીવનમાં એક સરખું બેલેન્સ હોવું જરૂરી છે. લાગણી હૃદયમાંથી ઉદભવતો ભાવ અને આપણી અંદર છુપાયેલી શક્તિ છે. તેથી લાગણી દરેક વ્યક્તિના જીવનમાં અને કારકિર્દીમાં ઉપયોગી બની રહે છે. લાગણીની સચોટ વ્યાખ્યા આપવા અને તે કઇ રીતે સારી અને ખરાબ નીવડે છે, તે મુદ્દે શહેરના બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ફ્રાઇડે ટૉક શૉ યોજવામાં આવ્યો હતો.

જેના સ્પીકર દેવાંગ જોષીએ જણાવ્યું હતું કે, ભક્તિ યોગમાં કૃષ્ણ ભગવાન પણ દરેક વ્યક્તિના જીવનમાં સ્થિતપ્રજ્ઞા રહેવાનું કહે છે. કારણ કે કોઇ પણ વ્યક્તિ પોતાનો કે બીજાનો સ્વાર્થ શોધે અને વધુ દુઃખી કે સુખી રહે તેવું રહેવા જણાવ્યું છે. ઉપરાંત દેવાંગ જોષીએ જણાવ્યું હતું કે, મારા માટે લાગણી પર કંટ્રોલ રાખનાર સર્વશ્રેષ્ઠ વ્યક્તિ હોય તો તે સરદાર વલ્લભભાઇ પટેલ છે. કારણ કે તેમણે દેશના એકીકરણ માટે લાગણીનો ઉપયોગ કર્યો હતો. તેમણે દેશની વ્યક્તિના અહમ માટે પોતાની લાગણીના અનેક રૂપો દર્શાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...