• Gujarati News
  • National
  • ‘વિમેનને લગતા કાયદા’ વિષય પર સેમિનાર થશે

‘વિમેનને લગતા કાયદા’ વિષય પર સેમિનાર થશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાંવિમેનને લગતા કાયદા વિષય પર લીગલ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. સેમિનાર નેશનલ કમિશન ફોર વુમેન અને મહિલા આયોગ ગુજરાત દ્વારા સ્પોન્સર કરવામાં આવેલ છે. સેમિનારનું આયોજન એમ.એસ.યુનિવર્સીટી વડોદરા દ્વારા કરવામાં આવ્યું છે. સેમિનાર અંતર્ગત સ્પીકર દ્વારા વિમેનને લગતા કાયદા તેમજ વિમેનને લગતી વિશેષ માહિતી આપવામાં આવશે. સેમિનારનું આયોજન તા.19 અને 20 સપ્ટેમ્બરના રોજ ડૉ.મૃણાલિનીદેવી પુવાર ઓડિટોરિયમ, ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સિસ, એમ.એસ.યુનિવર્સિટીમાં સવારે 11.30 વાગ્યે કરવામાં આવેલ છે.

કાર્યક્રમમાં તા. 19 સપ્ટેમ્બરના રોજ 2 વાગ્યે સ્પીકર તરીકે પ્રો. કૌશિક રાવત વર્કપ્લેસ પર વુમેનને થતા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પર માહિતી આપશે અને 3.30 વાગ્યે સ્પીકર તરીકે મિસ જ્યોત્સના યાજ્ઞિક દ્વારા વુમેન વિરોધી ક્રાઇમ વિશે સંપૂર્ણ માહિતી અપાશે. ઉપરાંત તા. 20 સપ્ટેમ્બરના રોજ 10.30 વાગ્યે પ્રો.એચ.સી.ધોળકિયાનું વિમેન અને તેમના વ્યક્તિગત કાયદા વિષયક માહિતી આપવામાં આવશે તેમજ 12.30 વાગ્યે ડૉ. મહેશ ઠક્કરનું વિમેનને લગતા સંપૂર્ણ કાયદાઓ વિષે ટોક યોજાશે. ત્યારબાદ સંપૂર્ણ કાર્યક્રમ વિશે ડિસ્કશન થઇ ફીડબેકનું સેશન રાખવામાં આવેલ છે ઉપરાંત વુમન રિલેટેડ ફિલ્મ શો નું આયોજન કરાયું છે.
અન્ય સમાચારો પણ છે...