• Gujarati News
  • National
  • અર્થ આઇકોનનાં રેસ્ટોરન્ટમાં તડકાના ભડકાથી આગ લાગી

અર્થ આઇકોનનાં રેસ્ટોરન્ટમાં તડકાના ભડકાથી આગ લાગી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂવી.આઈ.પી રોડ પર આવેલા અર્થ આઇકોનમાં ઇન્ડિયન બેન્ચ રેસ્ટોરન્ટમાં આજે સાંજે જમવાનો ઑડેર બનવતી વખતે અચાનક આગ લગતા દોડધામ મચી જાવા પામી હતી. અચાનક આગ લાગવાના પગલે રેસ્ટોરન્ટ નો સ્ટાફ બહાર દોડી જતા કોઈને ઈજા થઈ હતી નહિ.

જોકે રેસ્ટોરન્ટ માં ફર્નીચર, ફ્રીજ, એસી સહીત ની ચીજવસ્તુઓ ખાખ થઇ જતા 3 થી 4 લાખ નું નુકસાન થયુ હતું. ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક પહોંચે જતા આગ પર કાબુ મેળવી લીધો હતો.

ફાયર બ્રેગેડ દારા આગ બુજવ્યા બાદ બાજુમાં આવેલી બેંકમાં પણ તપાસ કરી હતી.જોકે આગ ના પગલે બેંકમાં કોઈ નુકસાન થયુ ના હતું.અચાનક લાગેલી આગ ના પગલે અર્થ આઈકોન બિલ્ડિંગમાં નાસ ભાગ થઈ ગયી હતી. લોકો જીવ બચવવા રસ્તા તરફ દોડી આવ્યા હતા

3 લાખનું નુકસાન: કોઈજાનહાની નહિ

સ્ટાફ બહાર દોડી જતાં આબાદ બચાવ

ન્યૂ વી.આઈ.પી રોડ પર આવેલ અર્થ આઇકોન કોમ્પ્લેક્સમાં આવેલ એક રેસ્ટોરન્ટમાં આગને પગલે સામાન સળગી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...