• Gujarati News
  • National
  • ન્યૂ વીઆઇપી રોડ પરનાં બે ચકચારી બનાવમાં ત્રિપુટીની ધરપકડ, એન્થોની વોન્ટેડ જાહેર

ન્યૂ વીઆઇપી રોડ પરનાં બે ચકચારી બનાવમાં ત્રિપુટીની ધરપકડ, એન્થોની વોન્ટેડ જાહેર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આખરે ભેદ

ઉકેલાયો

22 લાખની લૂંટ અને ફાયરિંગમાં મૂકેશ હરજાણીના શૂટર એન્થોનીની સંડોવણી

વડોદરાશહેરના અેરપોર્ટ નજીક થયેલી લૂંટ અને દરજીપુરા પાસે થયેલા ફાયરિંગનો ભેદ શહેર પોલીસે ઉકેલી નાંખ્યો છે અને ત્રણ આરોપીની ધરપકડ કરી છે. બંને બનાવમાં મુકેશ હરજાણીના શૂટર એન્થોનીની પણ સંડોવણી બહારી આવી છે અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

શહેર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગત તા.11મી જુલાઈના રોજ આજવારોડ પેટ્રોલ પંપ પરથી 22 લાખની રોકડ લઈ રાઇટર સેફ કંપનીનો કર્મચારી જગદીશ ઠાકોર સવારના અગિયારના સુમારે એરપોર્ટ નજીકથી પસાર થતો હતો તે સમયે ચાર જણાએ તેને આંતરી 22 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી.આ બનાવમાં ઝપાઝપી પણ થઈ હતી.ત્યારબાદ 24મી ઓગસ્ટના રોજ મધરાતે ઘેર પરત જઈ રહેલા દંપતી પર ન્યૂ વીઆઇપી રોડ પર ખોડિયાર નગર પાસે ફાયરિંગ કર્યું હતું.

જેના પગલે વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.આ બંને બનાવમાં શહેર પોલીસ વિવિધ સ્ક્વોડે ઘનિષ્ટ તપાસ હાથ ધરી હતી.આ બંને બનાવમાં એન્થોની નામના શાર્પ શૂટર અને તેની ગેંગના માણસોની સંડોવણી બહાર આવતાં પોલીસે તપાસને તેજ કરી હતી. બંને બનાવમાં નીરવ સોલંકી, એન્થોનીનો સાળો મહેશ ભોજવાણી અને સવાદ ક્વાર્ટર્સમાં રહેતા રાજેશ ઉર્ફ રાજા ઈંગલેેની ધરપકડ કરી હતી જ્યારે એન્થોની અને યુસુફને વોન્ટેડ જાહેર કર્યા છે.

એન્થોની મધ્યપ્રદેશથી શૂટરો લાવી વડોદરામાં ખંડણી ઉઘરાવતો હોવાની પણ પોલીસને વિગતો મળી છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશના એક ભાઇજાન નામના શખ્સની સાથે મળી તે ખેલ પાડી રહ્યો છે.આ ઉપરાંત મુંબઇનો એક પરિમલ નામનો શખ્સ પણ તેની સાથે સંડોવાયેલો છે. પોલીસે પકડેલા ત્રણ પૈકી મહેશ ભોજવણી ટીપ લાવવાનું કામ કરતો હતો જ્યારે નિરવ સોલંકી વોચ ગોઠવતો હતો જ્યારે રાજા પાયલોટિંગમાં રહી કામને અંજામ આપતો હોવાની વિગતો બહાર આવી છે. ઉલ્લેખનિય છે કે એન્થોનીએ થોડા સમય અગાઊ મુંબઈમાં પણ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ ગોધરા પાસેથી પોલીસને ચકમાે આપીને તે ભાગી ગયો હતો.

એન્થોની MPના ભાઇજાનની મદદથી વડોદરામાં પણ ખંડણી ઉઘરાવતો હતો

અન્ય સમાચારો પણ છે...