ભરત પારેખ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરામાં 50 વર્ષ જૂનું ફિલ્મ પ્રોજેક્ટર : આજે પણ રોજ એક મેટિની શો

હવેનો જમાનો મલ્ટીપ્લેક્સનો અને સેટેલાઇટથી ફિલ્મ પ્રસારણનો છે. શહેરની નટરાજ ટોકિઝ એવી છે જ્યાં આજેય જૂની ટેક્નોલોજીનું એક પ્રોજેક્ટર છે, અને રોજ એક મેટિની શો ફિલ્મ-રીલથી બતાવવામાં આવે છે. 1968માં ટોકિઝમાં પહેલીવાર પ્રોજેક્ટર લાવવામાં આવ્યું હતું. ત્યારે મહાભારત નામની પહેલી ફિલ્મ અહીં દર્શાવવામાં આવી હતી. છેલ્લા 40 વર્ષથી ટોકિઝના મેનેજર તરીકે કાર્યરત યુનુસભાઇ પટેલે જણાવ્યું કે, બાબર કંપનીનું પ્રોજેક્ટર આજે પણ ટીપટોપ કંડિશનમાં છે. એક જમાનામાં પ્રોજેક્ટર મશીનોની બોલબાલા હતી. જૂના પ્રોજેક્ટરમાં એક રીલ હોય છે. રીલ લેન્સની સામે ચાલતી જાય છે. અને પ્રોજેક્ટરના નીચેના ભાગે આવેલા કમ્પાર્ટમેન્ટમાં વીંટાતી જાય છે. જોકે એકાદ શો સિવાયના બાકીના શો આજે સેટેલાઇટથી ડાયરેક્ટર બતાવવામાં આવે છે. જેમાં કંપની ખાસ પ્રકારના મશીનને ઇન્સ્ટોલ કરે છે, જેને એસીમાં રાખવામાં આવે છે. વડોદરામાં આવા જૂના ત્રણ થિયેટરો છે, પરંતુ નટરાજમાં પ્રોજેક્ટર ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...