તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમીનો પારો ઘટીને 310 થયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વાદળછાયા વાતાવરણ વચ્ચે રવિવારનો દિવસ પણ શહેરી જનો માટે કોરો રહ્યો હતો. શહેરમાં વાદળિયા માહોલ વચ્ચે રવિવારે ગરમીનો પારો ઘટીને 31 ડિગ્રી થયો હતો. 12 કિમીની ઝડપે પવન ફુંકાતાં ઉકળાટથી રાહત મેળવી શકાઇ હતી.હવામાન વિભાગે આવતીકાલે સોમવારે શહેરમાં હળવો વરસાદ થવાની આગાહી કરી છે. શહેરમાં દિવસભર આકાશમાં કાળાં વાદળો જોવા મળી રહ્યાં છે, પરંતુ મેઘરાજા મન મૂકીને વરસતાં ના હોવાથી શહેરી જનો પણ ચિંતામાં મુકાયા છે. રવિવારનો દિવસ પણ મેઘરાજાની રાહ જોતાં પસાર કર્યો હતો પણ વરસાદનું ટીપું પણ પડ્યું હતું.



વાદળછાયા વાતાવરણ વચ્ચે રવિવારે ગરમીનું પ્રમાણ શનિવાર કરતાં ઘટ્યું હતું અને ગરમીનું પ્રમાણ 31 ડિગ્રી રહ્યું હતુ્ં. જ્યારે લઘુતમ તાપમાન પણ ઘટીને 26.3 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ સવારે 83 ટકા અને સાંજે 76 ટકા નોંધાયું હતું. જ્યારે દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી પ્રતિકલાકના 12 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. આવતીકાલે સોમવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો