Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સલામત સવારી
સિનિયરસિટિઝન્સ, મહિલાઓ તેમજ ટીનેજર વિદ્યાર્થિનીઓને ઘણીવાર ટેક્સી, વાન અને રિક્ષામાં એકલાં મુસાફરી કરતાં હોય ત્યારે અસુરક્ષાની લાગણી અનુભવતાં હોય છે. સમયે ડ્રાઇવર મહિલા હોય તો તેઓ કોઇપણ ભય વિના મુસાફરી કરે છે. ઉપરાંત સ્વજનો પણ ચિંતામુક્ત થઇ જાય છે. શહેર પોલીસે સુરક્ષા સેતુ અંતર્ગત ડ્રાઇવિંગની તાલીમ આપેલી 195 મહિલાઓને ટેલેન્ટ એની વેર નામની સંસ્થા રોજગારી પૂરી પાડવાનું કામ કરશે.ખાસ કરીને વૃદ્ધો તેમજ શ્રીમંત ઘરની મહિલાઓને મહિલા ડ્રાઇવર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની કવાયત હાથ ધરી છે.
શહેર પોલીસે સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓ સ્વનિર્ભર બની શકે તે માટે રિક્ષા અને કાર ડ્રાઇવિંગની તાલીમ આપવામાં આવી રહી છે. ચાલુ વર્ષમાં 195 મહિલાઓએ ડ્રાઇવિંગની તાલીમ લીધી છે. મહિલાઓ પગભર થાય તે માટે તેમને રોજગારી આપવાની દિશામાં પણ પ્રયાસ ચાલી રહ્યા છે. ટેલેન્ટ એની વેર સર્વિસીસ પ્રા.લિ.નાં મહિલા અધિકારી તેજસ ચોકસીએ જણાવ્યું હતું કે, જે મહિલાઓને ફોર વ્હીલરની ટ્રેનિંગ જરૂરી હોય તેમને અમારી સંસ્થા તાલીમ આપે છે અને જેણે તાલીમ લઇ લીધી છે તેમને રોજગારી આપવાની કાર્યવાહી કરી રહ્યાં છીએ. ખાસ કરીને સિનિયર સિટિઝન્સને 4 કે 8 કલાક માટે તેમજ શ્રીમંત ઘરની મહિલાઓને મહિલા ડ્રાઇવરની જરૂર હોય છે. સ્કૂલ, ટ્યૂશન્સમાં જતી છોકરીઓ માટે પણ મહિલા ડ્રાઇવર હોય તો પરિવારજનો સલામતી અનુભવતાં હોય છે. આવા કિસ્સામાં સંસ્થા મહિલા ડ્રાઇવરને રોજગારી આપશે. ટેક્સી કંપનીઓમાં લાઇસન્સને ઓછામાં ઓછું એક વર્ષ થયું હોય તેવો નિયમ હોઇ જે મહિલાના લાઇસન્સને એક વર્ષ થઇ ગયું હશે તો તેમને પણ કામ મળી રહે તેવા પ્રયાસ થશે. સંદર્ભે આગામી ઓગસ્ટ મહિનામાં ડીસીપી ઝોન-1 લીના પાટિલની અધ્યક્ષતામાં તાલીમ લેનાર મહિલાઓનો સેમિનાર રાખવામાં આવ્યો છે. સેમિનારમાં મહિલાઓ કેવી રીતે કામ કરશે કેટલી મહિલાઓ તેમાં રસ દાખવે છે કોઇ કિસ્સામાં પરિવારજનો ડ્રાઇવિંગનું કામ કરવાનો ઇનકાર કરતાં હોય તો તેમને પણ સમજાવાશે.
મહિલાઓને સોફ્ટ સ્કિલની પણ તાલીમ અપાશે
ડ્રાઇવિંગનીતાલીમ લેનાર મહિલાઓને અંગ્રેજી લખતાં, વાંચતાં અને બોલતાં આવડે તે માટે ટેલેન્ટ એની વેર સંસ્થા દ્વારા સોફ્ટ સ્કિલની પણ તાલીમ આપાવમાં આવશે. કોર્પોરેટ સેક્ટર્સમાં પણ મહિલા કર્મચારીઓ માટે મહિલા ડ્રાઇવરની જરૂરિયાત હોઇ સ્કિલ તેમને ઉપયોગી બનશે. ઉલ્લેખનીય છે કે, રિક્ષા ડ્રાઇવિંગ શીખનાર મહિલાઓને ઓનલાઇન રિક્શા બુકિંગ કરતી એજન્સીમાં રોજગાર મળી રહે તેવા પણ પ્રયાસો હાથ ધરાયા છે.
વૃદ્ધાે-શ્રીમંત ઘરની મહિલાઓને મહિલા ડ્રાઇવર મળશે