તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • BCAની AGMમાં વરવા દૃશ્યો વચ્ચે િસક્રેટ બેલેટનો હુક્મ કરનાર સમરજીતના સ્થાને ચિરાયુ જૂથે પોપને નવા પ્

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BCAની AGMમાં વરવા દૃશ્યો વચ્ચે િસક્રેટ બેલેટનો હુક્મ કરનાર સમરજીતના સ્થાને ચિરાયુ જૂથે પોપને નવા પ્રમુખ ઠોકી બેસાડ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકારણ સામે ક્રિકેટ ફરી હાર્યું

વડોદરાની ગરિમાને લાંછન

રોયલનો બચાવ |હરીફોનું આખુ પૂર્વ આયોજિત કાવતરુ હતું

રિવાઇવલની તુમાખી |એજન્ડા વિના અવિશ્વાસની દરખાસ્ત પાસ કરી

વડોદરાની જનતાને જવાબ આપો, BCAમાં નવી મેમ્બરશીપ કેમ નહીં ?

બીસીએનીરવિવારે મળેલી77મી એજીએમ પ્રારંભથી કે તેના અંત સુધી સંસ્કારી નગરીની સંસ્કારિતાનું નિકંદન કાઢી નાખતી ઘટનાઓના સિલસિલા સાથે પૂર્ણ થઇ હતી. હોબાળો થતાં પ્રમુખ સમરજિતસિંહે એજીએમ પૂર્ણ થયાની જાહેરાત કર્યા બાદ છંછેડાયેલા રિવાઇવલ ગ્રૂપે ફરીથી એજીએમ શરૂ કરવા ઉપપ્રમુખ ડૉ. જિતેન્દ્ર પટેલ (પોપ)ને એજીએમના પ્રમુખ જાહેર કરીને એજન્ડામાં મૂકાયેલ હિસાબો મંજૂર કરી દીધા હતા.ત્યારબાદ સાંજે તાબડતોબ મેનેજિંગ કમિટીની બેઠક બોલાવી ડૉ. જિતેન્દ્ર પટેલના પ્રમુખપદને મંજૂરી આપી હતી.

સવારે 9.30 કલાકે એજીએમનો પ્રારંભ કરાયો હતો. એજીએમમાં હાજરી આપવા પ્રથમવાર 1000 સભ્યો હાજર રહ્યાં હતાં. પ્રમુખ સમરજિતસિંહ ગાયકવાડની એન્ટ્રી સાથે હોબાળો શરૂ થઇ ગયો હતો. સંજય પટેલની અેન્ટ્રી સાથે માહોલ ગરમાયો હતો. હરીફ જૂથના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યો હતો.આટલેથી નહીં અટકતા એજીએમ માટે નિમાયેલ ઓબ્ઝર્વરનો પણ હુરિયો બોલાવ્યો હતો. આખરે શોરબકોર વચ્ચે પ્રમુખ સમરજિતસિંહ ગાયકવાડે એજન્ડા પરના હિસાબો મંજૂર કરવા માટે સભ્યોને હાથ ઊંચા કરાવતાં કોઇ ચોક્કાસ નિર્ણય પર આવી શકતાં વોટિંગ દ્વારા નિર્ણય લેવાની જાહેરાત કરી હતી. ભારે ધમાલ વચ્ચે વોટિંગ પર છોડાતાં સભા કાબૂ બહાર જતી હોઇ સવારે 11.30 કલાકે પ્રમુખે સભા ‘ક્ન્કલુડ’ થઇ હોવાનું જાહેર કરી બહાર નિકળી ગયા હતા. તેમના પગલે ઓબ્ઝર્વર પણ સભા કન્ક્લુડની નોંધ સાથે બહાર નિકળી ગયા હતા. ત્યારબાદ રિવાઇવલ ગ્રૂપે ઉપપ્રમુખ ડૉ.જિતેન્દ્ર પટેલને એજીએમના પ્રમુખ તરીકે નીમી 2013-14ના હિસાબો મંજૂર કર્યા હતા.

શું એજન્ડા હતો?

વર્ષ20013-14ના હિસાબો મંજૂર કરવા.

~4 કરોડની મશીનરીને લાયાબિલિટી કે આવક દર્શાવવા નોટ મૂકવી.

નવા ઓડિટર નિમવા

મેનેજિંગ કમિટિ પાસે ચુંટાયેલ કોઇને કાઢવા કે નિમવાની સત્તા નથી તેવી જોગવાઇને મંજૂરી

બીસીએના ટ્રસ્ટીઓની સત્તા નક્કી કરવી.

ડો. જિતેન્દ્ર પટેલ (પોપ) નવાનિમેલા પ્રમુખ

સમરજિતસિંહ ગાયકવાડ, પ્રમુખબીસીએ

કલ્પના બહાર કહી શકાય એમ સમરજિતસિંહ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકીને રિવાઇવલ ગ્રૂપે માત્ર તેમના ગ્રુપની પ્રસંગે બહુમતી હોય તેનો લાભ લઇ સમરજિતસિંહને પ્રમુખ પદેથી હટાવી દીધા. નવા પ્રમુખ ડૉ. જીતેન્દ્ર પટેલને વરણી કરાઇ જેથી હવે રોયલ ગ્રુપ દ્વારા કોર્ટનો સહારો લઇ શકાય એમ છે. તેઓ રિવાઇવલ ગ્રૂપના હોદ્દેદારોને પાઠ ભણાવવા માટે બીસીએના બંધારણની િવરુદ્ધ જઇને તેમને પ્રમુખ પદેથી હટાવ્યા હોવાથી તેમની સામે માનહાિન સહિતની કાર્યવાહી કરવાનું િવચારી શકે. તેમની પાસે િવકલ્પ બીસીએમાં વહીવટીતંત્ર ખાડે ગયું હોવાનું જણાવ્યું એડમીિનસ્ટ્રેટરની નિમણુંક કરવાની માંગ કરી શકે છે. કેમ કે ચેરીટી કમિશ્નર દ્વારા િનમાયેલા ઓર્બ્ઝવરે િનરીક્ષક તરીકે નોંધ કરી છે કે પ્રમુખે એજીએમ પુરી થયેલી જાહેર કરી છે.

રિવાઇવલ ગ્રૂપ દ્વારા સમરજિતસિંહ ગાયકવાડ એજીએમ પુરી થયેલ જાહેર કરીને સભાગૃહ છોડી ગયા બાદ ફરીથી એજીએમ ચલાવી કાર્યકારી પ્રમુખ તરીકે ડો. જીતેન્દ્ર પટેલની વરણી કરી હતી. દરેક બાબતો કે જે એજન્ડામાં આવતી હતી તેને મંજુર કરી સમરજિતસિંહની ગેરહાજરીમાં કે આવી કોઇ વાત એજન્ડામાં હોવા છતાં તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત મુકીને મંજુરી મેળવી લેવાનો દાવો કર્યો અનેે સાંજે મેનેજિંગ કમિટીની તત્કાળ મિટીંગ બોલાવી ડાૅ. જીતેન્દ્ર પટેલને બીસીએને નવા પ્રમુખ તરીકે જાહેર કરી દીધા હતા. રિવાઇવલ ગ્રૂપના અગ્રણી ચિરાયુ અમીનનો વારંવાર ફોન પર સંપર્ક કરાતાં તેમણે ફોન રિસીવ કર્યો હતો. તેમના પીએને વાત કરાવવા જણાવ્યું હતું. પરંતુ કોઇ ‌વાત થઇ શકી હતી.

િવવાદ અને વરવા રાજકારણનો પર્યાય બની ગયેલા બરોડા િક્રકેટ એસો.ની 2 વર્ષ બાદ સયાજીનગરગૃહમાં મળેલી એ.જી.એમમાં એજન્ડા અંગે વોિટંગ કરવાની વાત આવતા સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. જેને પગલે પ્રમુખે સભા પૂરી થયાની જાહેરાત કરી હતી. ઓર્બ્ઝવરની િવદાય બાદ રિવાઇવલ જૂથે ફરી સભા શરૂ કરી એજન્ડા પાસ કર્યા હતા.

2 વર્ષ બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે મળેલી AGMમાં હોબાળો, પ્રમુખે સભા કન્કલુડ જાહેર કર્યા બાદ હરીફ જૂથે દરખાસ્તો પાસ કરી

^ બીસીએમાં પ્રમુખપદ હું સ્વીકારું છું. મને બીસીએના પ્રમુખ તરીકે કામગીરી કરવામાં આનંદ આવશે. કેમ કે હું ઓછું બોલીને કામ વધારે કરવામાં માનું છું. બીસીએ માટે તાત્કાલિક ધોરણે હું હકારાત્મક કામગીરી કરવામાં માનું છું .

^બીસીએનો પ્રમુખ હું છું, રિવાઇવલ ગ્રૂપે ગેરબંધારણીય રીતે નવા પ્રમુખની જાહેરાત કરી છે. સમગ્ર પ્રક્રિયા ગેરબંધારણીય અને બીસીએના નિયમોની વિરુદ્ધ છે. જે ચલાવી લેવામાં આવશે નહીં. મારી માન્યતા પ્રમાણે પૂર્વયોજિત કાવતરું હોઇ શકે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો