તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેકેટનું અનુસંધાન...

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પસારકરી તેમના સ્થાને ડૉ. જિતેન્દ્ર પટેલને બીસીએના નવા પ્રમુખ તરીકે જાહેર કરી દેવામાં આવ્યા. સાંજે તાત્કાલિક મેનેજિંગ કમિટિની બેઠક બોલાવી ડૉ. જિતેન્દ્ર પટેલને બીસીએના નવા પ્રમુખ તરીકેની દરખાસ્તને મંજૂરી આપી દઇ તેમને હારતોળા કરી પેંડા પણ વહેંચવામાં આવ્યા.

લગ્નમાટે પરિવારનું...

સલમાનનેપૂછવામાં આવતા 50 વર્ષના અભિનેતાએ જણાવ્યું કે 18 નવેમ્બર કંઇક વીસ-પચ્ચીસ નવેમ્બર્સથી (છેલ્લાં 20-25 વર્ષથી) ચાલી રહી છે... 18 નવેમ્બર થાય છે કે નહીંω ખબર નહીં કયા વર્ષમાં હોય છે પરંતુ થશે. સલમાને એવું પણ જણાવ્યું કે 18 નવેમ્બર તેનાં માતા-પિતાની લગ્ન તિથિ છે.

દિલ્હીનીજેમ...

દિલ્હીનામુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે ‘ટોક ટુ એકે’માં લોકોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. સીબીઆઇની કામગીરી વિશેના પ્રશ્ન અંગે કેજરીવાલે જણાવ્યું કે સીબીઆઇને ભાજપના પ્રમુખ અમિત શાહ ચલાવી રહ્યા છે. ભાજપે ‘ટોક ટુ એકે’ કાર્યક્રમને નવી બોટલમાં જૂનો દારૂ ગણાવ્યો છે. મોદી સરકાર પર આરોપ મૂકતા તેમણે જણાવ્યું કે દિલ્હી સાથે કેન્દ્ર સરકાર ભારત-પાકિસ્તાનવાળો રિલેશન રાખે છે. જો મને કામ કરવા દેવામાં આવશે તો 2 વર્ષમાં દિલ્હીને લંડન જેવું બનાવી દઇશ. હંમેશ કેન્દ્રની વિરુદ્ધમાં રહેવા અંગેના પ્રશ્નના જવાબમાં કેજરીવાલે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દિલ્હીના લોકોથી બદલો લઇ રહી છે. હું એવું નહીં કરવાની કેન્દ્રને વિનંતી કરી ચૂક્યો છું પરંતુ જ્યારે એવું થતું નથી તો કેન્દ્રની પોલિસીનો વિરોધ કરવો પડે છે.

જાહેરાત પર જંગી ખર્ચ વિશેના પ્રશ્ન અંગે કેજરીવાલે જણાવ્યું કે દિલ્હી સરકાર પોતાના દમ પર બધા કામ કરી રહી છે. અમે કરેલા કામ લોકો જઇને જોઇ શકે છે. બીજા રાજ્યોમાં છપાતી દિલ્હીની જાહેરાત અંગે તેમણે જણાવ્યું કે સમગ્ર દેશ જાણવા માગે છે કે દિલ્હીમાં શું થઇ રહ્યું છે. દરેક જગ્યાએ પરિવર્તન આવે તેના માટે દિલ્હીનું સારું કામ બધાને બતાવવાનું જરૂરી છે.

કાર્યક્રમનોઆઇડિયા ક્યાંથી આવ્યોω :કેજરીવાલે જણાવ્યું કે હું ગોવા ગયો હતો, 1000 વિદ્યાર્થી 2 કલાક સુધી મને પ્રશ્નો પૂછતા રહ્યા. અહીંથી આઇડિયા આવ્યો કે જનતા સાથે વાત કરવા માટે કોઇ પ્લેટફોર્મ હોવું જોઇએ. વિથાઉટ એંગલ, સીધી વાત માટે અમે ‘ટોક ટુ એકે’ કાર્યક્રમ તૈયાર કર્યો.

ગુજરાતમાંલોકો ચૂંટણી લડશે તો અહીંની સ્થિતિ બદલાશે :ગુજરાત વિશે પૂછવામાં અાવેલા પ્રશ્નના જવાબમાં કેજરીવાલે જણાવ્યું કે ગુજરાતમાં પણ ત્યાંના લોકો ચૂંટણી લડશે તો ગુજરાતની સ્થિતિ બદલાશે.

ગુજરાતમાં દમનનો માહોલ : કેજરી

તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારે વેપારીઅો સાથેની મારી મીટિંગ કેન્સલ કરાવી દીધી. લોકોએ બતાવ્યું કે પાટીદાર આંદોલનમાં પોલીસે ઘરમાં ઘૂસીને લોકોની ધોલાઇ કરી. 2000 લોકો સામે બનાવટી કેસ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં દમનનો માહોલ છે.

અમેરિકાનાબેટન...

પણમોત નીપજ્યું છે. ઘટનાને પગલે અમેરિકાનાં અનેક શહેરોમાં પોલીસ ઉપર તીવ્ર ટેન્શનની સ્થિતિ વધુ ગંભીર બની છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર છે. ડબલ્યુએએફબી ટીવીએ કેટલાક વીડિયો ફૂટેજ દર્શાવ્યા છે, જેમાં કેટલાક પોલીસ અધિકારીઓ બેટન રજની સ્થિતિ પર પ્રતિક્રિયા આપતા દેખાય છે. ઘટનાસ્થળ પર ગોળીઓનો અવાજ પણ સંભળાય છે.

પોલીસના પ્રવક્તા ડોન કોપોલાએ કહ્યું કે પોલીસે સ્થાનિક લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવાની ચેતવણી આપી છે. ઓલ્ડ હેમન્ડ હાઈવે નજીક એરલાઈન હાઈવે પર સવારે 9.00 વાગ્યે એક સ્થળ પર પોલીસ અધિકારીઓ પર ગોળીબારના અહેવાલ પ્રાપ્ત થતાં બેટન રગ પોલીસ વિભાગ અને પૂર્વ બેટન શેરીફ્સ ઓફિસના જવાનો ઘટનાસ્થળ પર દોડી ગયા હતા.

લુઇસિયાનાના ગવર્નર જ્હોન બેલ એડવર્ડ્સે રવિવારના હુમલાની ઘટનાને અન્યાયી અને આઘાતપૂર્ણ ગણાવી હતી. 5મી જુલાઈએ શ્વેત પોલીસ અધિકારીઓ દ્વારા એક અશ્વેતને મારી નખાયા બાદથી બેટન રગમાં પોલીસ અધિકારીઓ સામે તંગદિલીપૂર્ણ વાતાવરણ છે. અમેરિકાનાં અનેક શહેરોમાં અશ્વેતોએ શ્વેત પોલીસ અધિકારીઓના કૃત્યની આકરી ટીકા કરી હતી અને તેમના વિરુદ્ધ દેખાવો કરી રહ્યા છે.

લખનઉ...

શીલાનાપગમાં તથા રાજ બબ્બરને સામાન્ય ઇજા થઇ છે. એયરપોર્ટ નજીક મંચ પર શીલા લોકોને સંબોધિત કરી રહી હતી ત્યારે વધારે લોકો મંચ પર ચઢી ગયા અને તેના કારણે મંચ તૂટી પડ્યો.

ત્યાર પછી નવા વાહન પર રોડ શો પૂરો કરવામાં ‌આવ્યો.

પ્રિયંકાનોફોટો ચર્ચાનો વિષય

લખનઉ.રોડ શો દરમિયાન હોર્ડિંગ્સ પર રાહુલ ગાંધી પહેલા પ્રિયંકાના ફોટો ચર્ચાનો વિષય બન્યા હતા. સમગ્ર શહેરમાં પ્રકારે ફોટો લગાવવામાં આવ્યા હતા. પ્રિયંકાને સક્રિય રાજકારણમાં આવવાની માંગ ઉત્તરપ્રદેશમાં વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો