તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આજે હેડ ઓફિસમાં સત્તાધીશો સમક્ષ ચૂંટણીની મુદ્દત માંગશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે હેડ ઓફિસમાં સત્તાધીશો સમક્ષ ચૂંટણીની મુદ્દત માંગશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

મહારાજાસયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થીસંઘની ચૂંટણીની તારીખ જાહેર થાય તે માટે વિદ્યાર્થી સંગઠનો એકજૂટ થયાં છે. સોમવારે તા 18 જૂલાઇના રોજ બપોરે 12 વાગ્યે યુનિ.માં કાર્યરત મોટાભાગનાં વિદ્યાર્થી સંગઠનો એકજૂટ થઇ હેડ ઓફિસ ખાતે ધામો નાંખી સત્તા પાસે ચૂંટણીની તારીખ માંગશે.

લિંગ્દોહ કમિટીના રિપોર્ટ પ્રમાણે ચૂંટણી યોજાય તે માટે યુનિર્વસિટી દ્વારા બનાવાયેલી કમિટીનો રિપોર્ટ સિન્ડિકેટમાં પાસ થયા બાદ પણ યુનિર્વસિટી દ્વારા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં પાછીપાની થઇ રહી છે.

રિપોર્ટમાં હજુ કેટલીક ટેક્નિકલ બાબતો માટે વકીલોની સલાહ બાદ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરી ચૂંટણી જાહેર કરવાની વાત છેલ્લા કેટલાય દિવસથી યુનિ. જણાવી રહી છે. જ્યારે બીજી તરફ વિદ્યાર્થી સંગઠનોમાં વિદ્યાર્થીઓમાં ચૂંટણીના દૃષ્ટિકોણથી છવાઇ જવાની હોડ જામી છે. ત્યારે યુનિર્વસિટી સત્તાધીશો વહેલી તકે ચૂંટણીની તારીખ જાહેર કરે તેવી માંગ વિદ્યાર્થી સંગઠનો કરશે.

યુનિ.માં કેટલાંક વિદ્યાર્થી સંગઠનો તથા ગ્રૂપ કાર્યરત અને વિદ્યાર્થીઓમાં પ્રખ્યાત છે. યુનિ.માં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇ, ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન, હેપ્પી ક્લબ, વિદ્યાર્થી વિકાસ સંઘ, યુવાશક્તિ ગ્રૂપ હાયપર એક્ટિવ ગણાય છે. સાથે કેટલાંય નાનાં-મોટાં ગ્રૂપ યુનિ.માં વિદ્યાર્થી સંગઠન તરીકે કાર્યરત છે. ચૂંટણી ટાણે કેટલાંક ગઠબંધન કરે છે તો કેટલાંક સામ-સામે રહી જંગે ચઢે છે. પરંતુ જ્યારે ચૂંટણી યોજાવા સામે સવાલ પેદા થયો છે ત્યારે તમામ સંગઠનો એકજૂથ થઇ યુનિ.સત્તા સમક્ષ રજૂઆત કરશે. જોકે તેમાં ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી તથા એબીવીપીમાંથી જુદા થઇ બનેલું વીવીએસ સામેલ થયું નથી. ચૂંટણીની તારીખ જાહેર કરવાની માંગ એબીવીપી પોતાની રીતે કરશે તેમ જણાવી રહ્યું છે.

વિદ્યાર્થીિસંગઠનો દ્વારા આજે યુનિર્વસિટી સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવા માટે વિશેષ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત એનએસયુઆઇના પ્રમુખ હિતેશ દેસાઇ, ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશનના પાર્થ પંડ્યા, યુવા શક્તિ ગ્રૂપના કેતન ઠાકોર, હેપ્પી ક્લબના હાર્દિક શર્મા, સહિત વિવિધ ગ્રૂપના વિદ્યાર્થી નેતાઓ આવતીકાલે યુનિર્વસિટી હેડ ઓફિસ ખાતે જઇ રજૂઆત કરશે.

બે વર્ષ પહેલાં યુનિર્વસિટીની ચૂંટણીને આગલે દિવસે કોર્ટ દ્વારા ચૂંટણી યોજવા પર સ્ટે આપવામાં આવ્યો હતો. લિંગ્દોહ સમિતિની ભલામણોનો અમલ કર્યા વિના યુનિર્વસિટીની ચૂંટણી યોજાતી હોવાને કારણે કોર્ટે ચૂંટણી પર સ્ટે આપ્યો હતો. ત્યારબાદ યુનિર્વસિટીની ચૂંટણીઓમાં લિંગ્દોહ સમિતિની ભલામણોનો અમલ કરવા યુનિ.સત્તાએ સમિતિની રચના કરી હતી. ચૂંટણી પર સ્ટે આવ્યાનાં બે વર્ષ બાદ સમિતિએ પોતાનો રિપોર્ટ સુપરત કર્યો હતો જે ગત જૂન માસની સિન્ડિકેટમાં પાસ કરવામાં આવ્યો હતો. સાથે સિન્ડિકેટ દ્વારા 31 ઓગસ્ટ પહેલાં યુનિર્વસિટીની વિદ્યાર્થીસંઘની ચૂંટણી યોજાશે તેવો ખરડો પણ પસાર કર્યો હતો. જોકે ત્યારથી આજ સુધી યુનિ.સત્તા દ્વારા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી. જો કે સૂત્રો કહે છે કે યુનિ. સત્તા અચાનક ચૂંટણીની તારીખ જાહેર કરી દે તેમાં નવાઇ નહીં.

છાત્રોને આકર્ષવા વિદ્યાર્થી સંગઠનો મેદાનમાં

યુનિ.ની સૌથી વધુ વોટ ધરાવતી ફેકલ્ટી ઓફ કોમર્સમાં નવા વિદ્યાર્થીઓની એન્ટ્રિ થઇ ચૂકી છે. જ્યારે તબક્કાવાર વિવિધ ફેકલ્ટીઓ-કોલેજોમાં નવા વિદ્યાર્થીઓ પ્રવેશી રહ્યાં છે. વિદ્યાર્થી સંગઠનો નવાં વિદ્યાર્થીઓને આકર્ષવા તનતોડ મહેનત કરી પોતાના કરવાના સઘન પ્રયત્નો કરી રહ્યાં છે. નવાં વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થી સંગઠનો માટે ન્યુટ્રલ દૃષ્ટિકોણ ધરાવતાં હોવાથી નવાં વિદ્યાર્થીઓને ચૂકી નહીં જવા વિદ્યાર્થી સંગઠનો નીતિ-કૂટનીતિ આદરી રહ્યાં છે. સાથે જૂનાં વિદ્યાર્થીઓમાં પોતાનો પ્રભાવ યથાવત્ રહે તે માટે રાજરમતો પણ સંગઠનોએ શરૂ કરી દીધી છે. 32 હજારથી વધુ વિદ્યાર્થીઓને આવરતી ચૂંટણીને આડે વધુમાં વધુ સવા મહિના જેટલો સમય રહ્યો છે. ત્યારે વિદ્યાર્થી સંગઠનોએ ચૂંટણીના દૃષ્ટિકોણથી એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે. યુનિ.સત્તા પાસે ચૂંટણીની તારીખ માંગવા પર પણ હવે જોર લગાવશે.

ABVP અને VVS પોતાની રીતે ચૂંટણીની તારીખ જાહેર કરવાની રજૂઆત કરશેે

વિદ્યાર્થીસંઘની ચૂંટણી માટે એમ.એસ.યુનિ.નાં વિદ્યાર્થી સંગઠનો એકજૂટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો