તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પ્રભુ તક આપે તો આજે પણ ફિલ્મ બનાવવી છે!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રભુ તક આપે તો આજે પણ ફિલ્મ બનાવવી છે!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કહેવાતાં બત્રીસ લક્ષણો આપણામાંથી કેટલામાં ?

“પુત્રનાં લક્ષણ પારણામાંથી’’ સામાજીક સંબંધે પરાપૂર્વથી ચાલી આવતી કહેવતને અનુલક્ષીને કેટલાક અનુભવી વડીલો ઘોિડયામાં રમતા છોકરાનું મૂલ્યાંકન એના બાહ્ય હાવભાવ પરથી નક્કી કરતા હોય છે ! સામુદ્રિક શાસ્ત્ર આધારે તો “આકૃિત ગુણાન કથયતે !’’વાળી વાત આધારે કેટલીક વ્યવહારૂં કહેવતો પણ પ્રચલિત છે! અલબત્ત આમાં અનેક અપવાદો હોઇ કોઇએ પણ બંધ બેસતી પાઘડી પહેરવી તદૃન ગેરવાજબી વાત છે ! લગભગ દરેક જ્ઞાિતને અનુલક્ષીને, તેની ખાસિયતો આધારે કહેવતો પ્રચલિત છે.

આમાંથી કોઇ નાત -જાત બાકાત નથી એટલે એની િવસ્તૃત ચર્ચા તો અસ્થાને છે ! પરંતુ માનવીય લક્ષણોમાં સર્વગુણ સંપન્ન “બત્રીસ લક્ષણો’’નું લેખલ લાગે છે, ત્યારે કૂતૂહલવશ પણ બત્રીસ લક્ષણ જાણવાનું મન થાય સહજ છે...! બત્રીસ લક્ષણોમાં સ્વભાવની ચાલાકી, ચતુરાઇ, ઉદારતા, દીનતા, કૃતજ્ઞતા, કૃતધ્નતા, ભકિત, દંભ, લાજ, ચંચળતા, િવશ્વાસ જેવા ગુણ-અવગુણનો સમાવેશ થાય છે !

કયારેક દેખાતો અવગુણ સામાજીક વ્યવહારમાં સદ્દગુણ સાબિત થયાના અનુભવો છે ! કેટલીક કહેવતો િવરોભાસી પણ છે ! પરંતુ તેના યથાયોગ્ય ઉપયોગ કે અમલ સંદર્ભે ત્યાં િવવેક બુિદ્ધનું આિધપત્ય વધી જાય છે ! વાત કરીએ પેલાં “બત્રીસ’’ લક્ષણોની... માણસ ઉપરાંત પશુ-પક્ષીની ખાસિયતોનો પણ લક્ષણ યાદીમાં સમાવેશ કરાયોછે એવું એક તજજ્ઞ િમત્રનું કહેવું છે !

સૌ પ્રથમ માનવીય ગુણોની વાત કરીએ તો, સ્વમાન, ધૈર્ય, વાકચાતુરી, ક્ષમા, સત્યનો સમાવેશ કરાયો છે ! અન્ય પ્રાણીમાં લાક્ષણિકતાનાં દર્શન થતાં નથી !કાગડા પાસેથી માણસ જે શીખ્યો તેમાં ચંચળતા, અિવશ્વાસ, જ્ઞાિત સંમેલન, સમય પરીક્ષા અને લાજ (!) શ્વાન પાસેથી જાગૃિત (અલ્પનિદ્રા) તરત સમજ, વફાદારી, (સ્વામિ ભકિત) સાહસ, સંતોષ, કૃતજ્ઞના જેવા ગુણોનું પ્રતિપાદન, સિંહનો ગુણધર્મનો સદા પરાક્રમી રહેવું ! ભગવાન દત્તાત્રયે તો કહેવાય છે કે ચોવીસ ગુરુ કરેલા ! અર્થાત, બધાં પશુ-પક્ષી પાસેથી કલ્યાણમય અને ઉપકારક ખાસિયતોનું અનુકરણ, એક સદગુણ સાબિત થાય ભાવ આત્મસાત કરેલો.

રીતે માનવમાં મનાતાં બત્રીસ લક્ષણોમાંથી મોર પાસેથી જે મળે તે માધૂર્ય, સુઘડતા, શોભા, મુિકત-પ્રયુિકતમાં માહેર હોવું, શત્રુવધ, સૌંદર્યવાન હોવું અને ઉચ્ચપદની પ્રાિપ્ત કરવી બગલાની વાત તો સર્વ વિદિત છે. એક ધ્યાન !કુકડા, પાસેથી પરિવારનું પોષણ, પત્ની સ્નેહ, યુધ્ધમાં િસ્થર અને પ્રભાત- પરોઢિયાને પોંખવુ !

ઇશ્વરે પ્રત્યેક પ્રાણીમાં કંઇ ને કંઇ ખાસિયતો મૂકી છે ! અલબત્ત સર્વમાં બધી નથી તેથી કહેવાયું છે, “સંપૂર્ણ જગતમાં એક ઇશ્વર, માણસ માત્ર અધૂરાં !’’ માણસને બત્રીસ લક્ષણો પુરવાર કરવા, ગર્દભસેનનો સહારો પણ અનિવાર્ય છે!

િમત્રો, જે િબચારો “ગાળ’’ રૂપે વગોવાયાં છતાં દુ:ખને ગણકારતાં, સંતોષી રહી જાત ઘસી નાખતો પરિશ્રમ, જીવે ત્યાં સુધી વેઠે છે ! જગતમાં બત્રીસ લક્ષણથી ભર્યો માણસ મળવો આમ તો સંભવ નથી ને એમાં પણ સ્વાર્થ, કાવાદાવા, કપટ, પ્રપંચથી ખદબદતા કલિકાળમાં એકાદ સદગુણ ધરાવતો માનવી મળે તો ભયો ભયો ભાઇ ! છતાં પણ, આપણાં વડીલવર્ગમાં, ઉતરતી ઉંમરે, ઢળતી સાંજે બત્રીસમાંથી એકાદ બે સદગુણ પણ અનુસરણમાં હશે તો વૃધ્ધત્વ આકરૂં નહીં લાગે ઉ.ત. ક્ષમા, દુ:ખની અવગણના, ધૈર્ય, સંતોષ, સુઘડતા, કૃતજ્ઞતા જેવા ગુણોને અપનાવી સમાજમાં રહેતા વડીલ બંધુઓને સામેથી માન-પાન મળશે !

માટે 9 થી શૂન્ય (0) સુધીના અંકને અનુસરી તનને ટનાટન દુરસ્ત રાખવું પ્રાથમિકતા છે. 0 (શૂન્ય) થી 9 (નવ) એટલે.. 0 ટેન્શન, એક, જીવન સાથી સાથે સમરસતા બે (સંતતિનિયમને) બાળકો ત્રણ બેડરૂમનું મકાન કમ સે કમ િનવાસ સ્થાન હોય તો ઉત્તમ ચાર પૈંડાની ગાડીની સગવડ, પાંચ િદવસની કાર્યવ્યવસ્તતા (િનવૃિત્તમાં પ્રવૃિત્ત) અંકની આિર્થક આવકનું આયોજન સાત અજાયબીનાં દર્શન કરાવતું દેશાટન, આઠ કલાકની િવક્ષેપ િવહિન િનંદ્રા અને િદવસમાં નવ પ્યાલા (ગ્લાસ) પાણીનું સેવન..! અલબત્ત, અંક પાલનમાં આપણા સદગુણોજ ઉમેરાય એની તકેદારી તો રાખવાની !

અને આખરમાં રીતનું બધું આપણાને સમું સૂથરૂં મળે તો કદાચ બત્રીસમાંથી થોડાં લક્ષણો ઓછાં હશે તોય “માણસ’’ તરીકે તો સ્વીકાર થશે ! શું પૂરતું નથી ? આપણા સૌમાં અેક મજાનો માણસ પ્રગટે, એજ સદભાવના સાથે િનજાનંદ માણીએ !

વડીલ-વારસો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો