તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગણેશ આયોજકો બુધવારે પો.કમિને આવેદનપત્ર અાપશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણેશ આયોજકો બુધવારે પો.કમિને આવેદનપત્ર અાપશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્સવપ્રિયનગરીમાં ગણેશોત્વસમાં પાંચ ફૂટથી વધુ ઊંચાઇની મૂર્તિ બનાવવા સામે પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે ત્યારે તેને લઇને ગણેશ આયોજકોએ બુધવારે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

શહેરનાં 20 તળાવોમાં ગણેશ વિસર્જન કરવામાં આવે છે અને ગણેશોત્સવમાં ગણેશજીની વિશાળ પ્રતિમા બનાવવામાં આવે છે.ખાસ કરીને પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવતી હોવાથી તળાવોનાં પાણી પ્રદૂષિત થતાં હોય છે. જેથી, ગણેશજીની મૂર્તિ માટીમાંથી બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે અને તે તરફનો ઝોક પણ વધ્યો છે. તેવી રીતે, ગત વર્ષે સેવાસદને સરદાર એસ્ટેટ,સોમા તળાવ અને ગોરવા વિસ્તારમાં કૃત્રિમ તળાવો બનાવ્યાં હતાં અને તેમાં નાની પ્રતિમાનુ વિસર્જન કરવામાં આવ્યું હતું.

દરમિયાનમાં, પોલીસ કમિશનરે પાંચ ફૂટથી વધુ ઊંચાઇના ગણેશજીની પ્રતિમા બનાવવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જારી કરવામાં આવ્યું હતું. જેના વિરોધમાં, રવિવારે સેવાસદનના વિપક્ષી પૂર્વ નેતા ચિન્નમ્ ગાંધીની આગેવાનીમાં શહેરના દસથી વધુ ગણેશોત્સવના આયોજકોની બેઠક યોજવામાં આવી હતી.

બેઠકમાં ચિન્નમ્ ગાંધીએ જણાવ્યું હતું કે, શહેરમાં પરંપરાંગત રીતે ગણેશજીની સ્થાપના થાય અને પરંપરાગંત રીતે ગણેશજીની મૂર્તિ બને તે માટે તા.20મીએ બુધવારે શહેરનાં તમામ ગણેશ મંડળના આયોજકો ભેગા થશે અને પોલીસ કમિશનરને રજૂઆત કરી આવેદનપત્ર સુપરત કરવામાં આવશે.

આયોજકોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો

5 ફૂટથી ઊંચાઇના શ્રીજીની મૂર્તિની મનાઇ સામે વિરોધ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો