તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • છાણીમાં નજીવી બાબતે એક શખ્સ પર ચપ્પુથી હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાણીમાં નજીવી બાબતે એક શખ્સ પર ચપ્પુથી હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
~7 લાખની લૂંટ કેસમાં શખ્સના જામીન નામંજૂર

ગોરવાવિસ્તારમાં હરિઓમ પગરખા પાસે ~7 લાખની લૂંટ ચલાવવાના બનાવમાં સંડોવાયેલા શખ્સે અત્રેની અદાલતમાં જામીન અરજી દાખલ કરતાં ન્યાયાધીશે અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી.

છાણી વિસ્તારમાં આવેલા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એમઝોન ઇન્ડિયા કંપનીની ઓફિસે કેશ કલેક્શન માટે રેડિયન્ટ એજન્સીને કામ સોંપેલું હતું અને કંપનીના સિનિયર કર્મચારી વિજયસિંહ વજેસિંહ રાજપૂત ગત તા. 23મી માર્ચના રોજ રાતે 10 વાગ્યાની આસપાસ એમઝોન કંપનીની રૂપિયા 7 લાખની રોકડ રકમ બેન્કમાં જમા કરાવવા માટે ગોરવા વિસ્તારમાંથી પસાર થતાં કેનેરા બેન્ક નજીક રાતે 11 વાગ્યાની આસપાસ બે શખ્સોએ બાઇક ઉપર આવી વિજય રાજપૂતની ગાડી ઊભી રાખી હતી.

ગાડી ઊભી રાખતાં અન્ય બે શખ્સો દોડી આવ્યા અને ગાડીના કાચ તોડી કારમાં બેસેલા વિજય પર હુમલો કરતાં વિજય નીચે પડી ગયો હતો અને ગાડીમાં પડેલા ~7 લાખની રોકડ રકમ ઉપાડી ચારે લૂંટારુ ફરાર થઇ ગયા હતા. સમગ્ર બનાવ ઘટના સ્થળની નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે પોલીસે બનાવમાં મોહસીન ઐયુબશા દીવાનની ધરપકડ કરી હતી. પોલીસ ધરપકડ બાદ મોહસીને જામીન અરજી દાખલ કરતાં ન્યાયાધીશે અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી.

ગોરવામાં લૂંટ ચલાવવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો