તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • થ્રિલિંગ... ઊબડ ખાબડ કોતરોમાં ઓફ રોડિંગનું રોમાંચક ઍક્સપેડિશન કર્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થ્રિલિંગ... ઊબડ ખાબડ કોતરોમાં ઓફ રોડિંગનું રોમાંચક ઍક્સપેડિશન કર્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોન્સૂનની મોસમમાં ટ્રાવેલિંગ અને ઍક્સપેડિશનપ્રેમી બરોડીયન્સે રવિવારની રજાના દિવસે શહેરની નજીક એક ઊબડ ખાબડ માર્ગે ઓફ રોડિંગનું ઍક્સપેડિશન કર્યું હતું. શહેરના બરોડા 4બાય4 પાથ ફાઇન્ડર ગ્રૂપ દ્વારા મોંઘી દાટ એસ.યુ.વી. કાર્સ અને બાઇક્સમાં ઍક્સપેડિશન કર્યુ હતું. કાદવ, કીચડ અને ઉચી કોતરોમાં ચારેય વ્હિલમાં પાવર ધરાવતી એસ.યુ.વી.માં શહેરના 4 કાર અને એક બાઇકથી ઍક્સપેડિશન કર્યું હતું. જે માર્ગે ચાલીને પણ જવું મુશ્કેલ હોય છે તેવા માર્ગે પાવરફૂલ વ્હિકલ્સ દ્વારા 10 જેટલા પેશનેટ યુવાનોએ એક અનોખો અનુભવ માણ્યો હતો. બરોડા પાથ ફાઇન્ડર્સ દ્વારા પ્રકારના નવા નવા ટ્રેક્સ શોધવામાં આવે છે. જે ટ્રેકમાં સામાન્ય કરતા વધારે ચેલેન્જ જણાય તેવા ટ્રેક પર ઍક્સપેડિશન કરવામાં આવે છે. રવિવારે શહેરના સીમાડાઓથી થોડે દૂર આવેલી કોતરોમાં અગાઉથી ટ્રેક નક્કી કરીને ઓફ રોડિંગનો પ્લાન ઘડાયો હતો. ગ્રૂપ દ્વારા મોન્સૂનમાં અાગામી દિવસોમાં પણ પ્રકારના ટ્રેક પર ઓફ રોડિંગની મજા માણવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો