તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટી ઇવેન્ટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રવિવારે ફન સ્ટ્રીટની પહેલી સિઝનનંુ યાદગાર સેલિબ્રેશન સાથે ધમાકેદાર સમાપન થયું

ઝુમ્બા ડાન્સ| ફન સ્ટ્રીટનું સૌથી મોટું આકર્ષણ ઝુમ્બા ડાન્સ રહ્યું હતું. મોટી સંખ્યામાં શહેરી જનો દર રવિવારે ઝુમ્બા ડાન્સ કરીને ફિટનેસ સાથે મજા માણતાં હતાં.

બાળપણ સાાંભરે | બાળપણમાં દરેક વ્યક્તિએ બબલને સળીમાંથી હવા ફુંકીને ઉડાડવાની મજા માણી હશે અનુભવ માણતાં યુવાનોને બાળપણ સાંભર્યુ હતું.

યૂથે ઉર્જા દર્શાવી|મેયર ભરત ડાંગરે જણાવ્યું હતુ કે , યુવાનો સ્વયંસેવક બની વડોદરાના વિકાસમાં સહભાગી બને જરૂરી છે. એક લાખથી વધુ યુવાનોએ ફન સ્ટ્રીટમાં ભાગ લઇને પોતાની ઉર્જાનો શહેરી જનોને પરિચય કરાવ્યો છે.

સ્ટ્રીટ ગેમ | ફન સ્ટ્રીટમાં વિવિધ પ્રકારની સ્ટ્રીટ ગેમ્સ રમીને યુવાનો રિલેક્સ થતાં હતાં. રવિવારે યુવતીઓના એક ગ્રૂપ દ્વારા સોફ્ટ બોલને હવામાં ઉછાળી એક-બીજાને પાસ કરી સ્ટ્રીટ ગેમની મજા માણી હતી. ઉપરાંત અન્ય કેટલીક રમતો પણ ફન સ્ટ્રીટમાં રમાઇ હતી.

સ્ટંટ

ફન સ્ટ્રીટમાં શહેરના એક યુવાને બ્રિજમાં લગાડવામાં આવેલા ફલ્વાર પોટના પોલ પર લટકાઇને હવામાં એક સ્ટન્ટ દર્શાવ્યો હતો જે યુથના ઉત્સાહને દર્શાવે છે.

વડોદરા મહાનગર સેવાદસન દ્વારા શહેરીજનો માટે અકોટા દાંડીયા બઝાર બ્રિજ પર પાછલા 4 રવિવારથી ફન સ્ટ્રીટ યોજવામાં આવતી હતી. ફન સ્ટ્રીટનું રવિવારે 17મી જુલાઇએ યાદગાર સેલિબ્રેશન સાથે સમાપન થયું હતું. શહેરમાં સિનિયર સિટીઝન્સથી લઇને બાળકોના મનોરંજન માટે યોજવામાં આવતી ફન સ્ટ્રીટ મોન્સૂનની સિઝન બાદ ફરી યોજાય તેવો પ્રયાસ કરાશે .

સાઇકલિંગ શીખવાની મજા

સાઇકલિંગ શીખવા માટે બેલેન્સ અગત્યની બાબત હોય છે. બાળક સાઇકલિંગ શીખવાની મજા માણતું જોવા મળે છે. જેને બીજું બાળક મદદ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો