તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ રિપોર્ટર | વડોદરા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર | વડોદરા

શહેરમાં2 મહિનામાં બોંબના ધમકીપત્રો સમયે 100 થી વધુ કોલ એટેન્ડ કરનાર સ્નીફર ડોગ ટાઇગરનું ટૂંકી બીમારી બાદ રવિવારે બપોરે મોત નીપજ્યું હતું. વીવીઆઇપીઓ તેમજ બોમ્બ કોલમાં મહત્વની ફરજ અદા કરી અનેક પ્રશસ્તીપત્ર અને ઇનામ મેળવનાર ટાઇગરની સાંજે દફનવિધી કરાઇ હતી.

વડોદરા શહેર યુનિટના બી.ડી.ડી.અેસ. સ્કવોર્ડનો સ્નીફર ડોગ ટાઇગર જર્મન શેફર્ડ બ્રીડનો હતો. તેનો જન્મ 25 જાન્યુઆરી 2010 ના રોજ થયો હતો. ખાસ કરીને વીવીઆઇપી તેમજ જનરલ ચેકિંગ ઉપરાંત બોંબ કોલમાં તેની કામગીરી પ્રશંસનીય રહી હતી. અગાઉ સતત બે મહિના સુધી વડોદરા શહેર પોલીસને બોમ્બની ધમકીના પત્રો મળ્યા હતાં. જેમાં સ્કૂલ, કોલેજો, બેંકો, હોસ્પિટલો, એરપોર્ટ, રેલવે સ્ટેશન, સેન્ટ્રલ એસટી ડેપો ,કોર્પોરેશન બિલ્ડિંગ, સ્ટોક એક્સચેન્જ તેમજ આણંદ જિલ્લાના સ્થળોનો સમાવેશ થાય છે. સમયે ટાઇગરે 100 થી વધુ કોલ એટેન્ડ કર્યા હતાં.

ધમકીપત્રો સમયે જુદી-જુદી જગ્યાએ જઇ બી.ડી.ડી.એસની ટીમ સાથે સબોટેઝ ચેકિંગની પ્રશંસનીય કામગીરી કરી હતી. ડોગને 28 એપ્રિલ 2016થી કંડમ અર્થાત નિવૃત જાહેર કરેલો હતો. થોડા સમયથી તે બીમાર હતો. તેની સારવાર તેમજ સારસંભાળ ચાલી રહી હતી. દરમિયાન રવિવારે બપોરે 4:30 વાગે તેનું અવસાન થયું હતું. ડોગ હેન્ડલર રણવીર હરેરામે જાણ કર્યા બાદ સાંજે તેની દફનવિધી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો