• Gujarati News
  • National
  • શહેરમાં સ્વાઇન ફ્લૂના 12માંથી 9 કેસ પોઝિટિવ

શહેરમાં સ્વાઇન ફ્લૂના 12માંથી 9 કેસ પોઝિટિવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વાઇનફ્લૂના 12 કેસ પૈકી 9 કેસ સયાજી હોસ્પિટલમાં પોઝીટીવ આવ્યા હતા. જે પૈકી 2 કેસ શહેર બહારના હોવાનુ જણાંયુ હતુ. શહેરમાં વર્ષે ડેન્ગ્યુને બદલે સ્વાઇન ફ્લૂનો કહેર વધ્યો છે.

શહેરમાં સ્વાઇન ફ્લૂનો કહેર વધીવ રહ્યો છે. સયાજી હોસ્પિટલમાં આજે 12 કેસ સંકાસ્પદ સ્વાઇન ફ્લૂના આવ્યા હતા. જીલ્લાના આરોગ્ય અધિકારી મૂજબ સ્વાઇન ફ્લૂ સંકાસ્પદ આવે તો પણ સારવાર તો સ્વાઇન ફ્લૂની થાય છે. ત્યારે સંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસ ગણીએ તો સંખ્યા મોટી થાય છે.સેવાસદન દ્વારા મચ્છર નીયંત્રણ માટે મૂહીમ ચલાવવામા આવી રહી છે.ત્યારે બીજી બાજુ સ્વાઇન ફ્લૂનો કહેર વધી રહ્યો છે. શહેરમાં સ્વાઇન ફ્લૂને અટકાવવા કોઇ ઉપાય નથી. વાયરસ છે જે ગમેતેને થઇ શકે છે. આજે પોઝીટીવ આવેલા કેસ પૈકી દોઢ વર્ષના બાળકનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના મોટા ભાગના સીનીયર સીટીઝન હોવાનુ જણાંયુ હતુ.રોગચાળો કાબૂમાં લેવા માટે આરોગ્ય તંત્ર અને પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરુ કરાઈ છે.

સારવારમાં મોટાભાગના દર્દીઓ સિનિયર સિટિઝન

રોગચાળાે ચરમસીમા પર પહોંચતાં તંત્રમાં દોડધામ

અન્ય સમાચારો પણ છે...