• Gujarati News
  • National
  • વડોદરા| રાજ્યસરકારે વડોદરાના 26 નાયબ મામલતદારો સહિત 227 નાયબ મામલતદારોને

વડોદરા| રાજ્યસરકારે વડોદરાના 26 નાયબ મામલતદારો સહિત 227 નાયબ મામલતદારોને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| રાજ્યસરકારે વડોદરાના 26 નાયબ મામલતદારો સહિત 227 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી અાપવામાં આવી છે. મહેસૂલ સંવર્ગની કચેરીઓમાં ફરજ બજાવતા નાયબ મામલતદારો પૈકી સિનિયોરિટીના ધોરણે બઢતી મેળવવાની વાટ જોતા હતા. રાજ્ય સરકારે પ્રમોશન માટે કામગીરી પૂરી કરીને 227ની યાદી તૈયાર કરાવી હતી અને તેમાં 223ને સીધી બઢતી અને ચારને માંગણી મુજબની જગા પર બઢતી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ, વડોદરા કલેકટર કચેરીમાંથી કિશોર શાહને ભરૂચ જિલ્લાના આમોદના મામલતદાર સહિત અન્ય 25 નાયબ મામલતદારોને બઢતી અપાઇ હતી.

શહેરના 26 નાયબ મામલતદારોેને મામલતદાર તરીકે બઢતી અપાઇ

અન્ય સમાચારો પણ છે...