તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સુસ્મિતા સેન, લારા દત્તા વિનર રહી ચૂકી છે

સુસ્મિતા સેન, લારા દત્તા વિનર રહી ચૂકી છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ 2008 અને 2009માં એવું બન્યું કે સતત બે વર્ષ એક દેશે (વેનેઝુએલા) ખિતાબ જીત્યો.

વેનેઝુએલા સતત બે વખત જીત્યું છે

{ કોન્ટેસ્ટમાં બે વખત ભારતીય સુંદરીઓ વિજેતા બની ચૂકી છે. 1994માં સુસ્મિતા સેને અને 2000માં લારા દત્તાએ કોન્ટેસ્ટ જીત્યો હતો. અત્યાર સુધીમાં અમેરિકા 8, વેનેઝુએલા 7 અને પ્યૂર્ટો રિકો 6 વખત ખિતાબ જીતી ચૂક્યું છે.

મિસ યુનિવર્સની 92 સ્પર્ધકોનું ફોટોશૂટ

લાસ વેગાસમાં મિસ યુનિવર્સ 2017ની ફિનાલે પૂર્વે રિહર્સલ બાદ તમામ 92 દેશોની સ્પર્ધકોએ સાથે ફોટોશૂટ કરાવ્યું. મિસ વર્લ્ડ, મિસ ઇન્ટરનેશનલ અને મિસ અર્થની માફક મિસ યુનિવર્સ પણ મોટો બ્યુટી કોન્ટેસ્ટ છે. કોન્ટેસ્ટની શરૂઆત 1952માં થઇ હતી. ફિનલેન્ડની આર્મી કુસેલા સૌપ્રથમ મિસ યુનિવર્સ બની હતી.

જીત્યા બાદ મિસ રશિયા પાસેથી ખિતાબ છીનવાઇ ચૂક્યો છે

2002માં પહેલી વાર એવું બન્યું કે તે વર્ષની વિજેતા રશિયાની ઓક્સાના ફેદરોવાએ ડ્યુટીઝ પૂરી કરી હોવાના કારણે તેણે ખિતાબ જીત્યાના 4 મહિના બાદ ખિતાબ છીનવી લેવાયો હતો. ફર્સ્ટ રનરઅપ રહેલી મિસ પનામા જસ્ટિન પેસેકને વિજેતા જાહેર કરાઇ હતી.

શ્રદ્ધા કરી રહી છે ભારતનું પ્રતિનિધિત્વ

વર્ષે ચેન્નઇની શ્રદ્ધા શશિધર ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તે ગયા મહિને મુંબઇમાં મિસ ડીવા કોન્ટેસ્ટમાં વિજેતા બની હતી.

વડોદરા, સોમવાર, 27 નવેમ્બર, 2017

| 11

અન્ય સમાચારો પણ છે...