તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બરોડા સામેની રણજી મેચમાં બીજા દિવસના અંતે તામિલનાડુએ 226 5 નોંધાવ્યા

બરોડા સામેની રણજી મેચમાં બીજા દિવસના અંતે તામિલનાડુએ 226/5 નોંધાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | મોતીબાગમેદાન ખાતે રમાઇ રહેલી બરોડા અને તામિલનાડુ વચ્ચેની મેચમાં બરોડાની ટીમ પ્રથમ દાવમાં 309 રન બનાવી ઓલ આઉટ થઈ હતી. જેમાં કે.વિગ્નેશે 3 વિકેટ અને જે. કૌશિકે 2 વિકેટ ઝડપી હતી. બરોડા તરફથી સ્વપ્નિલ સિંઘે 144 રન ફટકાર્યાં હતાં. તામિલનાડુની ટીમે પ્રથમ દાવામાં રમતા બીજા દિવસના અંત સુધી 5 વિકેટ ગુમાવી 226 રન બનાવ્યાં હતાં. જેમાં બાબા ઇન્દ્રજિતે 58 રન અને કૌશિક ગાંધીએ 35 રન બનાવ્યાં હતાં તથા બાબા અપરાજિત 59 અને જે.કૌશિક 37 રન સાથે રમતમાં છે. બરોડા તરફથી કાર્તિક કાકડેએ 2 વિકેટ ઝડપી હતી, જ્યારે ધ્રુવ પટેલ, લુકમાન મેરીવાલા અને અતિત શેઠે 1-1 વિકેટ ઝડપી હતી.

અન્ય સમાચારો પણ છે...