• Gujarati News
  • National
  • ગુજસેટ રદ થતાં છાત્રોના માથેથી એક પરીક્ષાનું ભારણ ઘટયું

ગુજસેટ રદ થતાં છાત્રોના માથેથી એક પરીક્ષાનું ભારણ ઘટયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેડિકલ-ડેન્ટલમાં અેડમિશન માટે ગુજસેટ આઉટ,નીટને ફરજિયાત કરવાના નિર્ણયને છાત્રો- વાલીઓનો આવકાર

^ સરકાર વારેઘડીએ નિર્ણય બદલતા વિદ્યાર્થીઓ અટવાઇ જાય છે અને તેના કારણે તેઓ કઠપૂતળી હોય તેવો અહેસાસ કરી રહ્યા છે. જોકે, પ્રોરેટા મામલે વિદ્યાર્થીઓ-વાલીઓએ આંદોલન કર્યુ હતુ અને સરકારે તેને માન્ય રાખ્યુ છે તે આવકારદાયક છે પરંતુ મોડા નિર્ણયથી વિદ્યાર્થીઓની તકલીફો ઓછી થવાની નથી. > પ્રબોધહરિયાણી,વાલી

વાલીઓનું આંદોલન આખરે ફળ્યુ ખરું

^મેડિકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષાનો સરકારનો નિર્ણય સારો છે પરંતુ વિદ્યાર્થીઓને તૈયારી માટે સમય અોછો મળી રહ્યો છે. નીટની એકઝામમાં સબ્જેકટિવ બાબતો પણ આવરી લેવાતી હોય છે અને તેની તૈયારીઓ માટે આખુ વર્ષ લાગી જતુ હોય છે. સંજોગોમાં, હવે ઓછા સમયમાં નીટની પરીક્ષા પડકારજનક રહેશે. > શર્વહરિયાણી,વિદ્યાર્થી

નિર્ણય સારો, તૈયારી માટે સમય ઓછો

^ મેડિકલ અને ડેન્ટલમાં એડમિશન માટે બે એન્ટ્રન્સ પરીક્ષા આપવાના બદલે હવે માત્ર નીટ આપવાનો નિર્ણય ખુબ આવકારદાયક છે. નિર્ણયથી વિદ્યાર્થીઓની સાથોસાથ વાલીઓને પણ માનસિક રાહત મળશે તે નક્કી છે. ખાસ કરીને પ્રોરેટા મુજબ પ્રવેશ આપવાનો નિર્ણય આવકારદાયક છે. > ચિંતનશાહ, વાલી

એક પરીક્ષા આપવાની હોવાથી રાહત રહેશે

^ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની સરખામણી સીબીએસઇના વિદ્યાર્થીઓ સાથે થતી હતી તે હવે દુર થશે. મેડિકલ ડેન્ટલમાં પ્રવેશ માટે એકમાત્ર નીટની પરીક્ષા લેવામાં આવનાર હોવાથી ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક રીતે સીબીઅેસઇના વિદ્યાર્થીઓ જાળવી શકશે અને ભાષાની પણ સમસ્યા પણ દુર થઇ જશે. > મિતશાહ, વિદ્યાર્થી

હવે સીબીએસઇ સાથે સ્પર્ધા કરી શકાશે

^ મેડિકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષાનો નિર્ણય યોગ્ય અને આવકારદાયક છે. નીટની પરીક્ષા લેવાના નિર્ણયથી વિદ્યાર્થીઓને ફાયદો મળશે કે તેઓને માત્ર એક પરીક્ષા આપવાની થશે. એક પરીક્ષાથી વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઇ સારી રીતે પરીક્ષા આપી શકશે. > ડો.મીનુપટેલ, ડીન-ગોત્રીમેડિકલ કોલેજ

હવે એક પરીક્ષાથી સરળતા રહેશે

^ મેડિકલ -ડેન્ટલમાં પ્રોરેટા મુજબ પ્રવેશની જાહેરાત આવકારદાયક છે. અત્યાર સુધી ગુજસેટની પરીક્ષાના કારણે તેનુ વેઇટ ગણાતુ હતુ. તા.15 માર્ચથી પરીક્ષા શરૂ થઇ રહી છે અને વિદ્યાર્થીઓ તેના માટે તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે નિર્ણય સહેજ વહેલો થયો હોત તો વિદ્યાર્થીઓને રાહત મળી શકી હોત. > જગદીશનિમાવત, સંચાલક,પાર્થસ્કૂલ

નિર્ણય આવકરદાયક, પણ વિલંબથી કરાયો

અન્ય સમાચારો પણ છે...