• Gujarati News
  • National
  • વડોદરાના ચારેય પ્રવેશદ્વારના માર્ગો પર હવે વૃક્ષો રોપાશે

વડોદરાના ચારેય પ્રવેશદ્વારના માર્ગો પર હવે વૃક્ષો રોપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરામહાનગર પાલિકાના વર્ષ 2017-18 ના બજેટમાં મિશન મિલિયન ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત શહેરને હરિયાળું બનાવવા 10 લાખ વૃક્ષો-છોડ રોપવાનું જાહેર કરાયું છે. પ્રોજેક્ટને મહાનગર પાલિકાએ પી.પી.પી.ધોરણે શરૂ કરવા અને તેના પહેલા તબક્કામાં શહેરનાં ચારે પ્રવેશદ્વારના માર્ગો આકર્ષક વૃક્ષો અને પ્લાન્ટ્સથી સુશોભિત કરવાનું આયોજન કર્યું છે.

પાર્કસ એન્ડ ગાર્ડનના ડાઇરેક્ટર વી.આર.ચીખલિયાએ જણાવ્યું હતું કે, શહેરમાં મિશન મિલિયન ટ્રી પ્રોજેક્ટ હેઠળ દુમાડ ચોકડી, ગોલ્ડન ચોકડી-હરણી, આજવા રોડ તેમજ મકરપુરાના રોડની બંને બાજુ તેમજ ડિવાઇડર પર આકર્ષક વૃક્ષો-પ્લાન્ટ્સ રોપવામાં આવશે. મહાનગર પાલિકાએ પી.પી.પી.ધોરણે સુજલ એડવર્ટાઇઝર્સને ચાર પ્રવેશદ્વારના માર્ગો ટ્રી પ્લાન્ટેશનથી બ્યુટિફિકેશન માટે આપ્યા છે. માટે એડ્ એજન્સીને એડવર્ટાઇઝના રાઇટ્સ અપાશે.

ટ્રી પ્રોજેક્ટને પી.પી.પી. ધોરણે શરૂ કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...