Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જયવંત લેલેની વિદાય બાદ હળીમળીને કામ કરનાર આજે કટ્ટર હરીફ બની ગયા
િક્રકેટરની રમતમાં મોહરા ઘણા પણ પડદા પાછળના ખેલાડી 2 છે
બીસીએમાંરાજકારણ અત્યંત નિમ્નકક્ષાનું ખેલાઇ રહ્યું છે. જેમાં મોહરાં ઘણાં બધાં છે પરંતુ હકીકતમાં પદડા પાછળનાં ખેલાડીઓ અલગ છે. 25 વર્ષથી ચિરાયુ અમીન બીસીએના પ્રમુખ તરીકે કાર્યરત હતા. છેલ્લે 2002માં તે સમયના માતબર મંત્રી જયવંત લેલેને માત્ર રૂ. 24000ની રકમની હેરાફેરીના આક્ષેપ હેઠળ ભારે રાજકારણ ખેલી હાંકી કઢાયા, તેમની મેમ્બરશિપ પણ છીનવી લેવાઇ. સઘળી ઘટના પાછળ ભેજું કામ કરી રહ્યું હતું. સંજય પટેલ અને ચિરાયુ અમીનનું. લેલેના ગયા બાદ ચિરાયુ અમીન અને સંજય પટેલે હળીમળીને રાજ કર્યું. તે બાદ બન્નેમાં તડ પડી. એટલે બીસીએમાં માત્ર ક્રિકેટર્સ પાસે વહીવટ હોવો જોઇએ બહાને રિવાઇવલ પેનલે ચૂંટણીમાં ઝંપલાવી ક્રિકેટર્સને બીસીએમાં લાવી દીધા. પંરતુ જેમને કાઢવા માટે કરાયું હતું સંજય પટેલ જીતીને મંત્રી બની ગયા. એટલે તેમને હાંકી કાઢવા જૂની લેલે સમયની ફોર્મ્યુલા લવાઇ. નાણાકીય ગેરરીતિના આક્ષેપો સાથે તેમને હાંકી કાઢી સભ્યપદ પણ છીનવી લેવાયું જેથી ફરી મેદાને પડી શકે.હવે સંજય પટેલે વળતો પ્રહાર કરવા માંડ્યો અને તે સાથે આજે એજીએમમાં બન્ને પક્ષે ભારે રાજકારણ ખેલાયું.