તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરાની જનતાને જવાબ આપો, BCAમાં નવી મેમ્બરશિપ કેમ નહીં ?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાની જનતાને જવાબ આપો, BCAમાં નવી મેમ્બરશિપ કેમ નહીં ?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ર્ષોથી બંધિયાર રહેલાં પાણી ગંધાઇ ઊઠે એમ વર્ષોથી મુઠ્ઠીભર લોકોની કેદમાં રહેલું બરોડા ક્રિકેટ એસોસિયેશન હીન કક્ષાના રાજકારણથી ગંધાઇ ઊઠ્યું છે. ભારતમાં ક્રિકેટના વિકાસના પાયા સમાન એસોસિયેશનમાં તાકીદે નવી મેમ્બરશિપ શરૂ કરીને તેને રાજકારણની ચુંગાલમાંથી બહાર લાવવાની જરૂર છે.

ક્રિકેટ વડોદરાના ગૌરવનો માનદંડ છે, 77 વર્ષની પરંપરા છે, આમ આદમીની માનીતી રમત છે, મેદાનોમાં તાકાતનું છેલું ટીપું નીચોવતા કિશોરોનું ઝનૂન છે. બી.સી.એમાં છેલ્લાં 25 વર્ષથી નવા મેમ્બરોની ભરતી રોકી દેવાઇ છે. મેમ્બર જીવતો લાખનો અને મરેલો સવા લાખનો એમ ગણી ભૂતિયા મેમ્બરશિપના આધારે સત્તાને કબજે કરવામાં આવે છે. ડીનર ડિપ્લોમસી અને દારૂ પાર્ટીમાં કાવતરાં ઘડવામાં આવે છે. પેટભરા, બેવડા અને ભૂતિયા મેમ્બરો સત્તા કબજે કરવાનું હથિયાર બની ગયા છે. અજગરી ભરડો વડોદરાના ક્રિકેટનો જીવ લઇ લે પહેલાં વડોદરાની જનતાએ મેદાનમાં આવવું પડશે.

વર્ષોથી બી.સી.એ પર કબજો જમાવનારાં તત્ત્વોએ સમજી લેવું જોઇએ કે લોકો વડોદરાના ક્રિકેટના કસ્ટોડિયન છે, માલિક બનવાની ગુસ્તાખી ના કરે. એમણે હવે જનતા સમક્ષ જવાબ આપવો પડશે કે શા માટે વડોદરા પાસેથી ક્રિકેટ છીનવાઇ રહ્યું છે શા માટે રાજકોટ જેવું શહેર સ્ટેડિયમ બનાવી લે છે અને વડોદરા હજુ ખાતમહૂર્તમાં અટક્યું છે.

ખોલી નાખો બી.સી.એના દરવાજા, ક્રિકેટના સાચા ઉત્તરાધિકારીઓને આવવા દો, એક નવી હવાને અંદર આવવા દો. વડોદરાને એનું ક્રિકેટ પાછું આપો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો