તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હળીમળીને કામ કરનાર આજે કટ્ટર હરીફ બન્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળીમળીને કામ કરનાર આજે કટ્ટર હરીફ બન્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાવાદાવાનો કાદવ | િક્રકેટરની રાજરમતમાં મોહરાં ઘણાં પણ પડદા પાછળના 2 ખેલાડી

બીસીએમાંરાજકારણ અત્યંત નિમ્નકક્ષાનું ખેલાઇ રહ્યું છે. જેમાં મોહરાં ઘણાં બધાં છે પરંતુ હકીકતમાં પદડા પાછળનાં ખેલાડીઓ અલગ છે. 25 વર્ષથી ચિરાયુ અમીન બીસીએના પ્રમુખ તરીકે કાર્યરત હતા. છેલ્લે 2002માં તે સમયના માતબર મંત્રી જયવંત લેલેને માત્ર રૂ. 24000ની રકમની હેરાફેરીના આક્ષેપ હેઠળ ભારે રાજકારણ ખેલી હાંકી કઢાયા, તેમની મેમ્બરશિપ પણ છીનવી લેવાઇ. સઘળી ઘટના પાછળ ભેજું કામ કરી રહ્યું હતું. સંજય પટેલ અને ચિરાયુ અમીનનું. લેલેના ગયા બાદ ચિરાયુ અમીન અને સંજય પટેલે હળીમળીને રાજ કર્યું. તે બાદ બન્નેમાં તડ પડી. એટલે બીસીએમાં માત્ર ક્રિકેટર્સ પાસે વહીવટ હોવો જોઇએ બહાને રિવાઇવલ પેનલે ચૂંટણીમાં ઝંપલાવી ક્રિકેટર્સને બીસીએમાં લાવી દીધા. પંરતુ જેમને કાઢવા માટે કરાયું હતું સંજય પટેલ જીતીને મંત્રી બની ગયા. એટલે તેમને હાંકી કાઢવા જૂની લેલે સમયની ફોર્મ્યુલા લવાઇ.

જયવંત લેલેને બીસીએમાંથી બહાર કાઢવામાં તે સમયના બીસીએના હોદ્દેદારો સાથે મળીને યોજનાઓ બનાવવામાં સંજય પટેલ પણ એક હતા. બીસીએના મંત્રી પદે આવ્યા બાદ તેઓ બીસીએ પર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવતા હતા. તેઓ િક્રકેટર ના હોવા છતાં િક્રકેટ અંગેના કે િક્રકેટરો માટેના નિર્ણયો તેમના દ્વારા લેવાતા ઘોર ખોદાઇ હોવાનું કહેવાય છે.

િચરાયુ અમીન દ્વારા બીસીએમાં પ્રમુખ તરીકે સતત 25 વર્ષ રહીને એક હથ્થુ શાસન કર્યંું હતું. પ્રમુખ પદ સામે કોઇ િવકલ્પ ઉભો થાય તો તેને ગમે તે ભોગે દુર કરવામાં આવતો હતો. તેમના સમયગાળામાં સ્ટેિડયમ માટે અનેક ચર્ચાઓ થઇ પરંતુ વાસ્તવિક રૂપ અપાયું. બધા િનર્ણયો તેમની મરજી મુજબ લેવાતા હોવાનો ગણગણાટ થયા કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો