Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સૌરભ પટેલ અને અમિત ભટનાગરને સભ્ય બનાવાશે?
બીસીએના77 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે ચુંટાયેલ પ્રમુખ સમરજિતસિંહગાયકવાડને હટાવી તેમના સ્થાને ડૉ.જિતેન્દ્ર પટેલને નવા પ્રમુખ ફરીથી શરૂ કરાયેલ એજીએમમાં નિમી દેવાયા છે. તે પાછળનું ગણિત સમજવા જેવું છે. પ્રાપ્ત માહિતી અનુસાર બીસીએમાં આજદિન સુધી કોઇ પણ રાજકારણીને પ્રવેશ આપયો નથી. પરંતુ છેલ્લાં બે વર્ષથી અત્યંત નિમ્નકક્ષાનું રાજકારણ ખેલાઇ રહ્યું છે. જેના પગલે અંતરંગ વર્તુળના જણાવ્યા અનુસાર એક ગ્રૂપ દ્વારા બીસીએમાં રાજકારણી અને રાજ્યના માતબર મંત્રી એવા સૌરભ પટેલને અને ઉદ્યોગપતિ અમિત ભટનાગરને બીસીએમાં મેમ્બર તરીકે પ્રવેશ આપવાનો નિર્ણય લેવાઇ ગયો છે.જેના સથવારે હવે બીસીએમાં વાસ્તવમાં રાજકારણ ખેલવામાં આવશે. બીસીએ હવે ટૂંકમાં રાજકારણનો અખાડો બની જશે તેવા સંકેતો મળી રહ્યા છે. બીસીએમાં મહત્ત્વ હવે ક્રિકેટને નહીં પરંતુ સત્તાને આપવામાં આવી રહ્યું છે. સત્તા ટકાવી રાખવા માટે હવે રાજકારણીનો સહારો લેવામાં આવનાર હોવાનું અંગત વર્તુળએ જણાવ્યું હતું.