તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પોર્ટસ િરપોર્ટર | વડોદરા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટસ િરપોર્ટર | વડોદરા

બીસીએનીરવિવારે મળેલી77મી એજીએમ પ્રારંભથી કે તેના અંત સુધી સંસ્કારી નગરીની સંસ્કારિતાનું નિકંદન કાઢી નાખતી ઘટનાઓના સિલસિલા સાથે પૂર્ણ થઇ હતી. હોબાળો થતાં પ્રમુખ સમરજિતસિંહે એજીએમ પૂર્ણ થયાની જાહેરાત કર્યા બાદ છંછેડાયેલા રિવાઇવલ ગ્રૂપે ફરીથી એજીએમ શરૂ કરવા ઉપપ્રમુખ ડૉ. જિતેન્દ્ર પટેલ (પોપ)ને એજીએમના પ્રમુખ જાહેર કરીને એજન્ડામાં મૂકાયેલ હિસાબો મંજૂર કરી દીધા હતા.ત્યારબાદ સાંજે તાબડતોબ મેનેજિંગ કમિટીની બેઠક બોલાવી ડૉ. જિતેન્દ્ર પટેલના પ્રમુખપદને મંજૂરી આપી હતી.

સવારે 9.30 કલાકે એજીએમનો પ્રારંભ કરાયો હતો. એજીએમમાં હાજરી આપવા પ્રથમવાર 1000 સભ્યો હાજર રહ્યાં હતાં. પ્રમુખ સમરજિતસિંહ ગાયકવાડની એન્ટ્રી સાથે હોબાળો શરૂ થઇ ગયો હતો. સંજય પટેલની અેન્ટ્રી સાથે માહોલ ગરમાયો હતો. હરીફ જૂથના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યો હતો.આટલેથી નહીં અટકતા એજીએમ માટે નિમાયેલ ઓબ્ઝર્વરનો પણ હુરિયો બોલાવ્યો હતો. આખરે શોરબકોર વચ્ચે પ્રમુખ સમરજિતસિંહ ગાયકવાડે એજન્ડા પરના હિસાબો મંજૂર કરવા માટે સભ્યોને હાથ ઊંચા કરાવતાં કોઇ ચોક્કાસ નિર્ણય પર આવી શકતાં વોટિંગ દ્વારા નિર્ણય લેવાની જાહેરાત કરી હતી. ભારે ધમાલ વચ્ચે વોટિંગ પર છોડાતાં સભા કાબૂ બહાર જતી હોઇ સવારે 11.30 કલાકે પ્રમુખે સભા ‘ક્ન્કલુડ’ થઇ હોવાનું જાહેર કરી બહાર નિકળી ગયા હતા. તેમના પગલે ઓબ્ઝર્વર પણ સભા કન્ક્લુડની નોંધ સાથે બહાર નિકળી ગયા હતા. ત્યારબાદ રિવાઇવલ ગ્રૂપે ઉપપ્રમુખ ડૉ.જિતેન્દ્ર પટેલને એજીએમના પ્રમુખ તરીકે નીમી 2013-14ના હિસાબો મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો