તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બદામડી બાગ બચાવવાના અભિયાનમાં 9ની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બદામડી બાગ બચાવવાના અભિયાનમાં 9ની ધરપકડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બદામડીબાગ ખાતે વીડિયો કોન્ફરન્સિંગ હોલ અને સિવિક સેન્ટરના નિર્માણના વિરોધમાં સ્થાનિક રહીશોએ ફન સ્ટ્રીટ ટાણે બેનરો સાથે દેખાવો કરી વિરોધ કર્યો હતો. જોકે, પોલીસે વધુ વિવાદ ના થાય તે માટે કાઉન્સિલર બાળુ સુર્વે સહિત નવની અટકાયત કરી હતી.

બદામડી બાગના પ્રાંગણમાં સેવાસદન વીડિયો કોન્ફરન્સિંગ હોલ અને સિવિક સેન્ટરનું બાંધકામ કરવા માટે તાજેતરમાં મંજૂરી આપવામાં આવી હતી. બાંધકામ સામે વિરોધ વંટોળ ઊભો થયો છે અને સ્થાનિક રહીશોએ આંદોલનની ધુરા સંભાળી લીધી છે. જેના ભાગરૂપે શનિવારે સિવિલ વર્કને અટકાવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.ઇલેકશન વોર્ડ નં 13ના કાઉન્સિલર બાળુ સુર્વેની આગેનાનીમાં સ્થાનિક રહીશો રવિવારે અકોટા બ્રિજ તરફના માર્ગે એકઠા થયા હતા.

રવિવારે સવારે ફન સ્ટ્રીટના પ્રારંભ પૂર્વે આંદોલનકારીઓએ બદામડી બાગ બચાવોના નારા લગાવ્યા હતા અ્ને તેને લગતા બેનરો પણ લગાડ્યા હતા. ફન સ્ટ્રીટ તરફ જવાના માર્ગે દાંડિયાબજાર અને તેની આસપાસના રહીશોએ પત્રિકાનું વિતરણ કરી આક્રમતા દાખવવાનો અણસાર આપ્યો હતો. જેથી, પોલીસે વિવાદ વધુ ના વકરે તે માટે બેનરો દૂર કરાવવાની સાથોસાથ બાળુ સુર્વે સહિત 9ની અટક કરી હતી. તમામનો ફન સ્ટ્રીટનો કાર્યક્રમ પૂરો થતાં સવારે 10 વાગે છુટકારો કરાયો હતો.

કાઉન્સિલર સહિત અગ્રણીઓની અટકાયત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો