તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જીવનમાં પ્રસન્નતા લાવવી હોય તો હેલો લાઇફનો અમલ કરો: પૂ.રત્નસુંદર મ.સા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવનમાં પ્રસન્નતા લાવવી હોય તો હેલો લાઇફનો અમલ કરો: પૂ.રત્નસુંદર મ.સા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીઅલકાપુરી જૈન સંઘમાં પ.પૂ.આ.શ્રી રત્નસુંદર મ.સાના પ્રવેશ બાદ રવિવારે તેમને સાંભળવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. મ.સા.એ પ્રવચનની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે જ્યારે તમને સંસારની વસ્તુનું સુખ આકર્ષિત કરે છે, ત્યારે તમારામાંથી ધર્મ નીકળી જાય છે. તેમણે જણાવ્યું હતું કે જીવનમાં સાચી મસ્તી અને મોઢા પર પ્રસન્નતા લાવવી હોય તો હેલો લાઇફનો અમલ કરવો જોઇએ. તેમણે હેલો શબ્દના અર્થ વર્ણવી પાંચ વાતોનો જીવનમાં અમલ કરવા જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે હેપી ગોઇંગ, ઇગો બ્રેકિંગ, લવિંગ કેરિંગ, લર્નિંગ ઇઝ ઇમ્પ્રૂવિંગ અને ઓકે સેઇંગ પાંચ વાતોનો અમલ કરવો જોઇએ. તમે ઇચ્છશો તો પણ 100 ટકા પૈસાવાળા નહી બની શકો અને પરંતુ તમે ઇચ્છો તો 100 ટકા સુખી બની શકો. ભગવાનના દરવાજા પર ભિખારી બનીને જશો તો બંધ થઇ જશે પણ સમ્રાટ બનીને જશો ખૂલી જશે. ઇગો બ્રેકિંગ વિશે જણાવતાં તેમણે જણાવ્યું હતું કે મનમાં બેઠેલો અહંકાર જીવનને સુખી બનવા દેતો નથી. માતાપિતા, ગુરુના જીવન પરના ઉપકાર ક્યારેય ચૂકવી શકાશે નહીં અને ભગવાન, માતાપિતા તથા ઉપકારીના આશીર્વાદ ત્યારે પામશો જ્યારે તમે અહંકાર છોડી તેમની પાસે જશો . તેમણે લવિંગ કેરિંગ વિશે જણાવ્યું હતું કે જીવનમાં સુખનો સ્વાદ માણવો હોય તો તમારા પરિવાર, પત્ની, પુત્ર, માતાપિતા મિત્રોના પ્રેમને સંભાળીને રાખો. જેના પર તમને પ્રેમ છે અને તમારા ઘર પર જેમને પ્રેમ છે, તેને સંભાળીને રાખો. તમને તમારાં બાળકો પર પ્રેમ છે તો તમારાં બાળકને એટલાં લાયક ના બનાવો કે તમને નાલાયક કરી દે. જીવનને સુધારવા અને સફળ બનાવવા જે કાંઇ સારું સાંભળો છો તેનો જીવનમાં અમલમાં મૂકો. સારા નરસા પ્રસંગોમાંથી જીવનને ઘડો. જીવનમાં ક્યાંય ફરિયાદ નહીં, કોઇને માટે ફરિયાદ તથા પરિસ્થિતિ સામે ફરિયાદ નહીં. જીવનની ખુશી અને મસ્તી છે. તેમણે હેલો શબ્દના સ્પેલિંગના અક્ષરો દ્વારા પાંચ વાત સમજાવી હતી.

અલકાપુરી જૈન સંઘમાં આયોજિત પ્રવચનમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો