તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મણપ્પુરમમાં ચોરીનો પ્રયાસ કરનાર વધુ 1 શખ્સ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મણપ્પુરમમાં ચોરીનો પ્રયાસ કરનાર વધુ 1 શખ્સ ઝડપાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મણપ્પુરમગોલ્ડ લોનની બ્રાંચમાં ચોરીનો પ્રયાસ કરવાના બનાવમાં સંડોવાયેલા વધુ એક શખ્સની બાપોદ પોલીસે ધરપકડ કરી હતી.ઝડપાયેલો આરોપી અગાઉ બનાવટી પોલીસના સ્વાંગમાં લૂંટના ગુનામાં પણ ઝડપાઇ ચૂક્યો હોવાનું તેમજ તેના વિરુદ્ધ મહારાષ્ટ્રમાં પણ 22થી વધુ ગુનાઓ દાખલ થયેલા હોવાની વિગતો સપાટી પર આવી હતી.

માર્ચ મહિનામાં મણપ્પુરમ ગોલ્ડ લોનની ઓફિસનું તાળું તોડીને ચાર તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. પરંતુ જેવો તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો કે તરત સાઇરન વાગવા લાગ્યું હતું. સાઇરન વાગતાંની સાથે તસ્કરો ભાગ્યા હતા. જોકે, રાત્રીના સમયે બાપોદ પોલીસ નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બે તસ્કરો સલીમ અન્સારી અને મોફિઝુલ શેખ પકડાઇ ગયા હતા જ્યારે બીજા બે તસ્કરો ભાગવામાં સફળ રહ્યા હતા.

પોલીસે બનાવમાં સંડોવાયેલા વધુ એક શખ્સ બદરુદ્દીન ઉર્ફે અનવર મૈયુદ્દીન સૈયદ (રહે.આજવા રોડ)ની ધરપકડ કરી હતી.આરોપીને અદાલત સમક્ષ રજૂ કરી તપાસ અધિકારીએ રિમાન્ડની માંગણી કરતાં રજૂઆત કરી હતી કે, આરોપી મુખ્ય સુત્રધાર છે. ચોરી માટે અમદાવાદથી અન્ય સાગરીતોને બોલાવવામાં આવ્યાં હોય તેની તપાસ કરવાની છે. આરોપી હુસેન કાલીયા અને મસ્તાક જાડીયાને આરોપી ઓળખે છે. આરોપી મુખ્ય સુત્રધાર હોય બનાવનું રિકન્સ્ટ્રકશન કરવાનું છે.આરોપી 1995થી ગુનાહીત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ તે બનાવટી પોલીસના સ્વાંગમાં વાહન ચોરી અને લૂંટના ગુનાઓ પણ કરી ચૂક્યો છે.મહારાષ્ટ્રમાં આરોપી વિરુદ્ધ 22 ગુનાઓ દાખલ થયેલા છે. તેની તપાસ કરવાની છે.જ્યુ.મેજિ.એ આરોપીના તા.19મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો