તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રેશનિંગની દુકાનોમાં CCTV મૂકવા માગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેશનિંગની દુકાનોમાં CCTV મૂકવા માગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યનાપુરવઠા વિભાગ હેઠળ સંચાલિત સસ્તા અનાજની અધિકૃત માફકસર વ્યાજબી ભાવની રેશનકાર્ડની દુકાનોમાં જરૂરિયાતમંદ બી.પી.એલ અને અંત્યોદયકાર્ડ ધારકોને ફળવવામાં આવતા સસ્તાદરે ઘઉ,ચોખા અને કેરોસીનનો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. જેથી જરૂરિયાતમંદો ઘઉ,ચોખા અને કેરોસીનથી વંચિત રહે છે. દુષણને ડામવા અર્થે રેશનિંગકાર્ડની તમામ દુકાનો પર ચાંપતી નજર રહે તેમજ અનાજનું કાળાબજાર થાય તેમજ ગરીબ પરિવારો સુધી અનાજ પૂરતા પ્રમાણમાં પહોંચે તે હેતુસર સી.સી.ટી.વી.કેમેરા મુકવામાં આવે તેવી આર.ટી.આઇ.એક્ટીવીસ્ટ રાજેશ ગોડિયાએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પત્ર પાઠવી માગ કરી છે. પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં કેટલાક રેશનિંગ કાર્ડની દુકાનોમાં મૂળ સંચાલકો બેસતાં નથી. જેથી બીજા કાળાબજારીયાઓ દુકાનનું સંચાલન કરે તે પણ રોકવા માટે અમારી માગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો