તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બરોડા ક્રિકેટ એસો.ની AGMમાં ધમાલ, સૂત્રોચ્ચાર, ધક્કામુક્કી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરોડા ક્રિકેટ એસો.ની AGMમાં ધમાલ, સૂત્રોચ્ચાર, ધક્કામુક્કી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જેન્ટલમેનગેમ ક્રિકેટમાં સત્તા મેળવવા માટે રવિવારે મળેલી બરોડા ક્રિકેટ એસોસિયેશનની એજીઅેમમાં રાજકારણીઓને પણ શરમાવે એવા કાવાદાવા ખેલાતાં બેઠક તોફાની બની હતી. સત્તાની સાઠમારી માટે ભજવાયેલા વરવા ખેલમાં સૂત્રોચ્ચાર, ધક્કામુક્કી અને અપશબ્દોનો મારો થતાં સિનિયર સભ્યો ડઘાઇ ગયા હતા. 2 કલાકની બેઠક પ્રમુખે પૂરી થયાની જાહેરાત કર્યા બાદ હરીફ રિવાઇવલ જૂથે એજીએમ ચાલુ રાખી પ્રમુખ સમરજિતસિંહ ગાયકવાડ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવીને ડૉ. જિતેન્દ્ર પટેલને બીસીએના નવા પ્રમુખ તરીકે સત્તારૂઢ કરી દીધા હતા. બેઠકમાં એજન્ડા પ્રમાણેની એક પણ દરખાસ્ત પાસ થઇ શકી હતી.

શહેરના સયાજી નગર ગૃહ ખાતે બીસીએની રવિવારે બે વર્ષ જૂની વર્ષ 2013-14ની એજીએમ બોલાવવામાં આવી હતી. જેમાં પ્રારંભથી અસભ્યતાનાં દર્શન કરાવતાં સંજય પટેલની એન્ટ્રી સાથે બુમબરાડા શરૂ થઇ ગયા હતા. ગૃહમાં પ્રવેશતા તેમને રોકવામાં આવ્યા હતા. જો કે પોલીસે દરમિયાનગીરી કરતાં તેમને પ્રવેશ અપાયો હતો. ગૃહમાં એજીએમની કાર્યવાહી શરૂ થતાં પ્રમુખ સમરજિતસિંહ વિરુદ્ધ અશોભનીય સૂત્રોચ્ચાર કરાયો, તેમને ઘેરી લેવાનો પ્રયત્ન કરવામા અવ્યો. તેમના દરેક વક્તવ્ય પ્રસંગે અશોભનીય ભાષા અને વર્તનનો ઉપયોગ કરવામા આવ્યો. એક પ્રસંગે તો ડાયસ તરફ કેટલાક લોકો ધસી ગયા અને સમરજિતસિંહને ઘેરી લેવાનો પ્રયાસ કરાયો હતો.

જ્યારે સંજય પટેલ માટે ઘણા અપશબ્દોનો મારો ચલાવાયો. તેમને ધક્કે ચઢાવવાનો પ્રયત્ન કરાયો. સમગ્ર સભા દરમિયાન સભાનું ડેરકોરમ જાળવવાને બદલે સતત અપશબ્દો અને અસભ્ય વર્તન હાજર કોરમ દ્વારા ચાલુ રખાયું. પ્રમુખના નિર્ણય સામે વિરોધ હોય તો વિરોધની રીતે દર્શાવવાને બદલે માત્ર અસભ્યતા દર્શાવવામાંં આવી. આવાં દૃશ્યો જોઇને એક તબક્કે બીસીએના સિનિયર સભ્યોનાં માથાં શરમથી ઝૂકી ગયાં. સભા બાદ તેઓએ પૂર્ણ નારાજગી વ્યક્ત કરતાં આવી ઘટનાને વખોડી નાખી હતી.

પ્રમુખે એજીએમ પૂરી થયાની જાહેરાત કરી અને તેની નોંધ ત્યાં હાજર ઓબ્સર્વર દ્વારા લેવાઇ હોવા છતાં હરીફ રિવાઇવલ ગ્રૂપ દ્વારા પ્રમુખની ગેરહાજરીમાં ફરીથી સભાના કાર્યકારી પ્રમુખ તરીકે ઉપપ્રમુખ ડૉ. જિતેન્દ્ર પટેલને સભાના પ્રમુખ બનાવી એજીએમના એજન્ડા પરની મોટાભાગની દરખાસ્તોને મંજૂર કરી દેવાઇ. હદ તો ત્યારે થઇ કે જ્યારે પ્રમુખ સમરજિતિસંહ સામે અવિશ્વાસની દરખાસ્ત ...અનુસંધાન પાના નં.14પસાર કરી તેમના સ્થાને ડૉ. જિતેન્દ્ર પટેલને બીસીએના નવા પ્રમુખ તરીકે જાહેર કરી દેવામાં આવ્યા. સાંજે તાત્કાલિક મેનેજિંગ કમિટિની બેઠક બોલાવી ડૉ. જિતેન્દ્ર પટેલને બીસીએના નવા પ્રમુખ તરીકેની દરખાસ્તને મંજૂરી આપી દઇ તેમને હારતોળા કરી પેંડા પણ વહેંચવામાં આવ્યા.

જેન્ટલમેન ગેમ ક્રિકેટમાં સત્તા માટે શરમજનક કાવાદાવા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો