• Gujarati News
  • National
  • 2030 સુધીમાં રોજ 1300 MLD સુવેઝ નીકળશે, જરૂર પડશે નવા એસટીપીની

2030 સુધીમાં રોજ 1300 MLD સુવેઝ નીકળશે, જરૂર પડશે નવા એસટીપીની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્ષ2030 સુધીમાં શહેરમાંથી પ્રતિ દિવસ 1300 એમએલડી સુવેઝ નીકળશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે અને તેના માટે સુવેઝ ટ્રીટમેન્ટ પંપીગ સ્ટેશનની ક્ષમતામાં વધારો કરવાની તેમજ નવા એસટીપીની જરૂર પડશે.

હાલમાં શહેરમાંથી કુલ 400 એમએલડી સુવેઝ નીકળે છે અને તેની સામે 270 એમએલડીને ટ્રીટ કરી નિકાલ કરવામાં આવે છે. હાલમાં 120 એમએલડી સુવેઝ ટ્રીટ કર્યા વગરનું નીકળી રહ્યું છે.

સંજોગોમાં, 2030 સુધીમાં શહેરની વસતી અને વિસ્તારમાં વધારો થવાની શકયતાને ધ્યાનમાં રાખી નવા આયોજન સુવેઝ માટે કરવા પડશે. જેમાં સુવેઝનુ ઉત્પન્ન 1300 એમએલડી પ્રતિ દિવસ થશે અને તેના ટ્રીટમેન્ટ માટે એસટીપીની ક્ષમતામાં વધારો કરવાનું આયોજન હાથ પર લેવું પડશે. હાલની ગેપ 130 એમએલડીની છે ત્યારે આગામી તેર વર્ષમાં તેમાં વધારો ના થાય તે માટે પાણી પહેલા પાળ બાંધવામાં આવશે. એમ પાલિકાના સુત્રોઅે જણાવ્યું હતું.

24 કલાક પાણીની સુવિધાથી સમસ્યા ઘટશે

^ રોજના 400 એમએલડી સુવેઝ ઉત્પન્ન થવાની સામે 270 એમએલડીનો ટ્રીટમેન્ટ થકી નિકાલ થાય છે. આગામી દાયકામાં 24 કલાક પાણીની સુવિધા શરૂ થતાં સમસ્યામાં ઘટાડો થશે. > અલ્પેશમજમુંદાર, એડી.સિટીએન્જિનીયર

ટ્રીટમેન્ટ માટે એસટીપીની ક્ષમતામાં વધારો કરવાનું આયોજન કરવું પડશે

અન્ય સમાચારો પણ છે...