• Gujarati News
  • National
  • કુખ્યાત પંકજ આર્યની જામીન અરજી નામંજૂર

કુખ્યાત પંકજ આર્યની જામીન અરજી નામંજૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેપારીઅને તેની પત્નીને બાથરૂમમાં પૂરી ચપ્પાથી હુમલો કરી સોનાના દાગીના અને રોકડ સહિત રૂા. 2 લાખની મતાની લૂંટ કરવાના બનાવમાં સંડોવાયેલા કુખ્યાત ગુનેગાર પંકજ આર્યે અત્રેની અદાલતમાં જામીન અરજી દાખલ કરતાં ન્યાયાધીશે અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી.

બનાવની વિગત એવી છે કે, શહેરના સમતા સ્થિત સૌરભ પાર્ક સોસાયટીમાં રહેતા ધર્મેશ મહેન્દ્રભાઇ દલવાડી નાણાં ધીરવાનો વ્યવસાય કરે છે.તા.24 જાન્યુઆરીના રોજ સાંજે પોલીસપુત્ર પંકજ ભરત આર્ય 2 સાગરીતો સાથે તેમના ઘરે ગયો હતો. હું હાલ વોન્ટેડ છું અને મારે 1 લાખ રૂપિયા જોઇએ છે તેવી માગણી કરી હતી. ત્યારબાદ પંકજ આર્યે ફરીવાર ફોન કરી આજે તો તારે 10 લાખ આપવા પડશે તેવી ધમકી આપી હતી જ્યારે તેના સાગરીતોએ વેપારીની પત્નીની ચેઇન લૂંટી લેતાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...