{ ધ્રુવ એસ. શાસ્ત્રી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિવ મહિમ્ન: સ્તોત્રની રચના કઈ રીતે થઈ?

શિવજીનીસ્તુતિ કરતાં સૌપ્રથમ એક સ્તોત્ર યાદ આવે. છે, શિવ મહિમ્ન: સ્તોત્ર. સ્તોત્રની ફળશ્રુતિમાં કહ્યું છે કે, ‘શિવથી મોટા કોઈ દેવ નથી, મહિમ્ન: સ્તોત્રથી મહાન કોઈ સ્તોત્ર નથી, ગુરુથી મોટું કોઈ તત્ત્વ નથી’ સ્તોત્રની રચના ગંધર્વરાજ પુષ્પદંતે કરી છે. સ્વામી રામતીર્થ સ્તોત્ર સાંભળી સમાધિમાં જતા રહેતા, સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મ પરિષદમાં સ્તોત્રના સાતમા શ્લોકની અંતિમ બે પંક્તિનું ગાન કર્યું હતું. એક કથા અનુસાર ગંધર્વરાજ પુષ્પદંતે કાશીરાજના બગીચાનાં મહેકતાં પુષ્પોથી શિવજીની પૂજા કરવાની ઇચ્છા પ્રગટ થતાં તેમણે કાશીરાજ પાસે પુષ્પો તોડવા આજ્ઞા માગી પરંતુ કાશીરાજે ના પાડી. પુષ્પદંતે અદ્રશ્ય થવાની શક્તિથી રોજ બાગમાંથી પુષ્પો તોડી શિવજીની પૂજા કરતા. કાશીરાજને થતું કોણ પુષ્પો તોડી જાય છે? કાશીરાજે શિવનિર્માલ્ય (શિવજીને અર્પણ કરેલાં ફૂલો અને બિલ્વપત્ર) રસ્તા પર પાથર્યા. ગંધર્વરાજ એને ઓળંગી ગયા અને અદ્રશ્ય થવાની શક્તિ નષ્ટ થઈ. તેઓ પકડાઈ ગયા. અજાણતાં થયેલા અપરાધથી પીડાતા ગંધર્વરાજ ભાવવિભોર બની શિવજીની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિના અંતે શિવજી સાક્ષાત્ કૃપા વરસાવતા ઊભા હતા. સ્તોત્રની ફળશ્રુતિમાં ગંધર્વરાજ કહે કે,

શ્રીપુષ્પદન્તમુખપઙ્કજનિર્ગતેન સ્તોત્રેણ કિલ્બિષહરેણ હરપ્રિયેણ |

કંઠ સ્થિતેન પઠિતેન સમાહિતેન સુપ્રીણિતો ભવતિ ભૂતપતિર્મહેશઃ||

“જેકોઈ મનુષ્ય પુષ્પદંતના મુખકમળમાંથી નીકળેલું સર્વપાપને હરનારું, શિવજીને અતિપ્રિય એવા સ્તોત્રનો ધ્યાનપૂર્વક પાઠ કરે તેના પર અખિલ બ્રહ્માંડના પાલકપિતા દેવોના પણ દેવ મહાદેવ અતિપ્રસન્ન થાય છે અને રુદ્ર તુલ્ય બને છે.”

}ધર્મ

ફર્ટિલાઇઝરનગર સ્કૂલ દ્વારા પૂર રાહત ફંડમાં રૂ.17,600ની સહાય કરવામાં આવી

વડોદરા:ઉત્તર ગુજરાતમાં મેઘપ્રકોપના કારણે થયેલ આર્થિક નુકસાનના પગલે તંત્ર તરફથી પૂર રાહત ફંડ માટેની ગતિવિધિ તેજ કરવામાં આવી છે.ત્યારે ફર્ટિલાઇઝરનગર શાળા (ગુજરાતી માધ્યમ સ્ટાફ) દ્વારા પૂરરાહત ફંડમાં રૂ.17,600ની સહાય કરવામાં આવી છે.

}સંસ્થા

વડોદરા :દિવ્ય જીવન સંઘ દ્વારા રામજી મંદિરની પોળ,આનંદપુરા ખાતે 31મી જુલાઈ સોમવારના રોજ સાંજે 5-30થી7-00 કલાકે નિ:શુલ્ક હોમિયોપથી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

નિ:શુલ્ક હોમિયોપથી સારવારનો કેમ્પ યોજાશે

વડોદરા :સાધુ વાસવાણી મિશનના પૂ.દાદા જે. પી. વાસવાણીના 99માં જન્મદિવસની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. ઉજવણી અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.

પૂજ્ય દાદા વાસવાણીનાે 99મો જન્મદિવસ ઉજવાશે

વડોદરા :જાણીતા ગાયક મોહંમદ રફીની 37મી પુણ્યતિથિ નિમિત્તે રફી ફેન કલબ દ્વારા 31મી જુલાઈ રોજ સવારે 10-30 કલાકે ગુજરાત પુસ્તકાલય,રાવપુરામાં સ્વરાંંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

મોહંમદ રફીની પુણ્યતિથિ નિમિતે સ્વરાંજલી કાર્યક્રમ

વડોદરા :કલા-સંગીત ગ્રૂપ દ્વારા વર્ષાઋતુ ગીતોના ગોરવા વિસ્તારમાં કલા સંગીત હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં શ્રી અને શ્રીમતી મનહર સંઘવીએ પ્રતાપ વરાડી,શ્રીમતી અર્ચનાબહેને રાગ વૃંદાવની સારંંગી ગીતો રજૂ કર્યા હતા.

વડોદરા :બ્રહ્મસમાજના સોમવાર 7મી રોજ સવારે 8 કલાકે અંબાલાલ પટેલ મેરેજ હોલ ખાતે નૂતન યજ્ઞોપવિત કાર્યક્રમ માટે મંજુલાબેન પંડ્યા (164-સરદારનગર,નિઝામપુરા)નો સંપર્ક કરવા જણાવાયું છે.

વડોદરા :શ્રી વડીલ વિહાર વાટિકા,બુદ્ધદેવ કોલોની સામે કારેલીબાગ,ઉપક્રમે 31મી જુલાઈ ના રોજ સાંજે 5-30 કલાકે જુલાઈ માસમાં જન્મેલા સભ્યોના સામૂહિક જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.

ગોરવામાં વર્ષાઋતુ ગીતોના કાર્યક્રમનું આયોજન થયું

નિઝામપુરા બ્રહ્મસમાજનો નૂતન યજ્ઞોપવિત કાર્યક્રમ

સામૂહિક જન્મોત્સવ અને કર્મના સિદ્ધાંત પર પ્રવચન

લાયન્સ ક્લબ ઓફ બરોડા ગ્રીન મદદે આવ્યું

વડોદરા :લાયન્સ કલબ ઓફ બરોડા ગ્રીન દ્વારા પણ પૂરગ્રસ્તો માટે ફુડ પેકેટસ અને ખાદ્ય સામગ્રી મોકલવામાં આવી હતી.જેના માટે લાયન્સના હોદેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી.

સ્વામી વિવેકાનંદ કેન્દ્ર દ્વારા ફૂડ પેકેટ્સ મોકલાયાં

વડોદરા :સ્વામી વિવેકાનંદ કેન્દ્ર, આર.સી.દત રોડ,અલકારપુરી દ્વારા સ્વીમી નિખીલેશ્વરાનંદની આગેવાનીમાં પૂરગ્રસ્તો માટે મોટા પાયે ફુડ પેકેટસ અને ખાદ્ય સામગ્રી મોકલવામાં આવી હતી

પૂર પીડિતો માટે વડતાલ મંદિર

દ્વારા ખાદ્ય સામગ્રી મોકલાઇ

વડોદરા :ઉત્તર ગુજરાતમાં મેઘપ્રકોપના કારણે અનેક પરિવારો નિરાધાર બન્યા છે ત્યારે પૂર અસરગ્રસ્તો માટે વડતोાલ સ્વામીનારાયણ મંદિર દ્વારા 40 હજાર ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે.

સારણેશ્વર મહાદેવ મંદિરમાં કમળનાં દર્શન

વડોદરા :શ્રાવણી મહોત્સવ નિમિત્તે શ્રાવણ માસના બીજા 31મી જુલાઈના રોજ એમ.જી.રોડ શ્રી સારણેશ્વર મહાદેવના ખાંચામાં આવેલ શ્રી સારણેશ્વર મહાદેવ મંદિરમાં સાંજે 6 વાગ્યાથી ઘઉંના કમળનાં દર્શન થશે.

કાશી વિશ્વનાથ મંદિર સુધી કાવડયાત્રા થશે

વડોદરા :વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન તથા કાશી વિશ્વનાથ કાવડયાત્રા સંઘના સંયુકત ઉપક્રમે 31મી જુલાઈના રોજ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દર વર્ષની જેમ વરસે પણ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

શ્રી રાજ રાજેશ્વર મંદિરમાં ચોખાના કમળનાં દર્શન

વડોદરા :એમ.જી.રોડ વિસ્તારમાં આવેલ શ્રી રાજ રાજેશ્વર મંદિરમાં શ્રાવણ વદ આઠમ,31મી જુલાઈના રોજ ચોખાનાં કમળનાં દર્શન સાંજે 5થી10 કલાકે યોજેલ છે,જ્યારે આરતીનું આયોજન સાંજે 8-30 કલાકે રાખવામાં આવ્યું છે.

શ્રદ્ધા પાપનો ભય પ્રગટાવે છે-જૈનાચાર્ય

વડોદરા :શ્રી અલકાપુરી જૈન સંઘમાં આયોજિત પ્રવચન માળામાં આજે પૂ.પંન્યાસ શ્રી મોક્ષરતિ વિજયજીએ જણાવ્યું હતું કે ધર્મની આરાધનાને સફળ બનાવવા માટે પાપનો ભય પહેલું પગથિયું છે. પાપ કરીશું તો દુ:ખો મળશે.

શહેરની હવેલીઓ અને મંદિરોમાં હિંડોળા

વડોદરા :શહેરની હવેલીઓ તથા મંદિરોમાં હિંડોળા મહોત્સવનું આયોજન કરાયુ હતું.માંડવી સ્થિત ઐતિહાસિક વિઠ્ઠલનાથજી મંદિર ખાતે મિનાકારીના હિંડોળાના મનોરથ અને ગોત્રી રોડ સ્થિત નંદાલય હવેલી ખાતે રવિવારે ઉમળ ઘુમળ ઘટા છાઇ હિંડોળા મનોરથનો શ્રધ્ધાળુઓએ લાભ લીધો હતો.

ઋણમુકતેશ્વર મહાદેવ મંદિરે વિવિધ કાર્યક્રમો

વડોદરા :પ્રતાપનગર વિસ્તારમાં આવેલ શ્રી ઋણમુકતેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા સોમવારે 7-30 વાગે મહાઆરતી,સવારે 9-30 સામૂહિક લઘુરુદ્ર પૂજન,સાંજે 6 વાગે ઘીના કમળ દર્શન થશે.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

dbpressnote.vadodara@gmail.com

અથવાનીચેના સરનામે મોકલી અાપોે િદવ્ય ભાસ્કર અોફિસ, એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા

અન્ય સમાચારો પણ છે...