• Gujarati News
  • National
  • સાયન્સમાં િવદ્યાર્થી નેતાઓ ભાષણબાજી નહીં કરી શકે

સાયન્સમાં િવદ્યાર્થી નેતાઓ ભાષણબાજી નહીં કરી શકે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયાના સમયે વિદ્યાર્થી જૂથો દ્વારા હંગામો મચાવવાની ઘટના બાદ છાશવારે જૂથઅથડામણના બનાવો નોંધાયા છે. વારંવાર વિદ્યાર્થી નેતાઓ નવા આવેલા વિદ્યાર્થીઓના કલાસમાં ઘૂસીને વેલકમ સ્પીચ સહિતની સ્પીચો આપવા માટે પહોંચી જતા હોય છે. વિદ્યાર્થી નેતાઓ દ્વારા વારંવાર સ્પીચ આપવા માટે કલાસરૂમમાં પહોંચી જતા હોય છે અને ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દેતા હોવાના પગલે સાયન્સ ફેકલ્ટીમાં કોઇ પણ વિદ્યાર્થી નેતા સ્પીચ આપી શકશે નહિ તેવો સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે. ફેકલ્ટી ડીન એ.સી.શર્માએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી નેતાઓ દ્વારા વારંવાર કલાસરૂમોમાં સ્પીચ આપવા માટે ધસી આવતા હતા જેના પગલે શૈક્ષણિક કાર્ય પર ગંભીર અસરો પડી રહી હતી અને વિદ્યાર્થીઓ પણ પરેશાન થતા હતા જેના કારણે કોઇ પણ કલાસમાં કોઇ પણ વિદ્યાર્થી નેતા સ્પીચ નહીં આપી શકે તેવો સર્ક્યુલર કરવામાં આવ્યો છે. અાગામી વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ સમયે નિયમ પ્રમાણે વિદ્યાર્થી નેતાઓને પાંચ મિનિટનો સમય કલાસરૂમમાં સ્પીચ આપવા માટે આપવામાં આવશે.

અન્ય ફેકલ્ટીમાં માટે નિર્ણય લેવાશે

સાયન્સસિવાયની અન્ય ફેકલ્ટીઓમાં આગામી સમયમાં વિદ્યાર્થી નેતાઓને ચાલુ કલાસરૂમમાં સ્પીચ નહીં આપવા દેવામાં આવે તેવો નિર્ણય લે તેવી શકયતાઓ દેખાઇ રહી છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ પહોંચે તે પ્રકારે વિદ્યાર્થી નેતાઓ વારંવાર કલાસરૂમોમાં ધસી જઇને સ્પીચો આપતા હોવાથી નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્પીચ આપવા 5 મિનિટનો સમય ફાળવ્યો

વડોદરા | એમ.એસ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થી નેતાઓ ભાષણબાજી નહીં કરી શકે તેવો સર્ક્યુલર ફેકલ્ટી ડીને બહાર પાડ્યો છે. વિદ્યાર્થીનેતાઓ દ્વારા કલાસરૂમોમાં જઇને સ્પીચ આપવાના પગલે વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પહોંચતી હોવાની ફરિયાદો તથા વિદ્યાર્થીની અથડામણો રોકવા નિર્ણય લેવામાં આવ્યો છે.

યુનિવર્સિટીના કલાસરૂમોમાં જઇને સ્પીચ આપતાં અભ્યાસમાં ખલેલ પડે છે

અન્ય સમાચારો પણ છે...